ટોપ ન્યૂઝનેશનલ

CAA હેઠળ 300 થી વધુ શરણાર્થીઓ ભારતીય નાગરિકતા આપવામાં આવી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગત 11 માર્ચમાં રોજ વિવાદિત સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ(CAA) લાગુ કર્યા બાદ પહેલીવાર શરણાર્થીઓને ભારતીય નાગરીકતા(Indian Citizenship) આપી છે, ગઈ કાલે કેન્દ્ર સરકાર(Central Government) 300 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપી હતી. બુધવારે કેન્દ્રીય ગૃહ સચિવે 14 લોકોને નાગરિકતા પ્રમાણપત્ર પણ આપ્યા. આ શરણાર્થીઓ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય નાગરિકતા મેળવવાની રાહ જોઈ રહ્યા હતા.

Also Read: CAA અન્વયે 14 લોકોને મળ્યું ભારતનું નાગરિકત્વ, વિદેશ મંત્રાલયે આપ્યા સર્ટિફિકેટ

ગૃહ સચિવે અજય કુમાર ભલ્લા(Ajay Kumar Bhalla)એ 14 લોકોને રૂબરૂ નાગરિકતા પ્રમાણપત્ર આપ્યા, જયારે ગૃહ મંત્રાલયે ઓનલાઈન માધ્યમથી તમામ 300 લોકોને પ્રમાણપત્રો ઉપલબ્ધ કરાવ્યા છે. કેન્દ્રીય ગૃહ સચિવે CAA ની મુખ્ય લાક્ષણિકતાઓ સ્પષ્ટતા કરી હતી. આ દરમિયાન સેક્રેટરી પોસ્ટ્સ, IBના ડાયરેક્ટર, રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.

સરકાર દ્વારા અરજદારોના મૂળ દેશનો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ સૂત્રએ જણાવ્યું હતું કે મોટાભાગના અરજદારો પાકિસ્તાથી આવેલા હિન્દુ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે અરજીઓની ચકાસણી અને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું હોવાથી દેશના અન્ય ભાગોમાં લાભાર્થીઓને ટપાલ દ્વારા પ્રમાણપત્રો મોકલવામાં આવી રહ્યા છે. ભારતમાં કાયદેસર રીતે પ્રવેશેલા મોટાભાગના પાકિસ્તાની હિંદુઓ ગુજરાત, છત્તીસગઢ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં રહે છે.

Also Read: વિપક્ષી ગઠબંધનમાં ડખા : મમતા બેનર્જીએ કહ્યું અમે ઈન્ડિયા ગઠબંધનને માત્ર બહારથી જ સમર્થન કરીશું !

કેન્દ્ર સરકારે આ વર્ષે 11 માર્ચે CAA લાગુ કર્યો હતો. આ કાયદા હેઠળ, ભારતના ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. જો કે, આ કાયદાનો લાભ ફક્ત તે લોકોને જ મળી શકે છે જેઓ 31 ડિસેમ્બર, 2014 અથવા તે પહેલા ભારત આવ્યા છે. આ કાયદા હેઠળ પડોશી દેશોના હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓએ અરજી કરી હતી. જેમાંથી 300 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત