ઝારખંડ: હેમંત સોરેન બાદ હવે મંત્રી આલમગીર આલમની EDએ કરી ધરપકડ
નવી દિલ્હી: ઝારખંડના સીએમ હેમંત સોરેન બાદ હવે કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના નેતા આલમગીર આલમ પર ઈડીએ સકંજો કસ્યો છે. ઈડીએ આજે 15 મેના રોજ તેમની ધરપકડ કરી હતી. તેમની પર ઈડીને પુછપરછમાં સહયોગ નહીં આપવાનો આરોપ છે, ઈડીએ આલમગીર આલમને આજે પણ પૂછુપરછ માટે બોલાવ્યા હતા. જો કે તેમણે પૂછપરછ દરમિયાન ગલ્લાતલ્લા કરતા અંતે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.
આલમગીર આલમના સેક્રેટરીના નોકરના ઘરેથી 37 કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવી હતી, આ સંબંધમાં ED તેની પૂછપરછ કરી રહી હતી અને જ્યારે EDને લાગ્યું કે કોંગ્રેસ નેતા તપાસમાં સહકાર આપી રહ્યા નથી, તો તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા મંગળવારે EDએ આલમની 10 કલાક પૂછપરછ કરી હતી.
આ પણ વાંચો : CM હેમંત સોરેન ફરાર પરંતુ તેમના ઘરેથી EDએ જપ્ત કરી BMW કાર અને આટલા લાખની રોકડ……
70 વર્ષીય આલમને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેમનું નિવેદન નોંધવા માટે મંગળવારે રાંચીમાં ED ઝોનલ ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રીએ ED ઓફિસમાં પ્રવેશતા પહેલા પત્રકારોને કહ્યું, “મને આજે પણ બોલાવવામાં આવ્યો હતો અને તેથી જ હું આવ્યો છું.”
આ દરોડો ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના પૂર્વ ચીફ એન્જિનિયર વીરેન્દ્ર કે રામ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં હતો, જેની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી.
દરોડા દરમિયાન, બિનહિસાબી રોકડની ગણતરી કરવા માટે ઘણા નોટ કાઉન્ટીંગ મશીનો પણ લાવવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલી રોકડમાં મોટાભાગની 500-500 રૂપિયાની નોટો હતી. આ સિવાય એજન્સીના અધિકારીઓએ જહાંગીર આલમના ફ્લેટમાંથી કેટલાક દાગીના પણ જપ્ત કર્યા હતા.
આલમના અંગત સચિવ સંજીવ લાલ અને તેના નોકર જહાંગીર આલમ બંનેની ED દ્વારા દરોડા અને ત્યારબાદ ઝારખંડના રાંચીમાં તેમના મકાનમાંથી કરોડો રૂપિયાની રોકડની વસૂલાત બાદ ધરપકડ કરવામાં આવી હતી.