‘સાહયબો મારો રતુંબડો ગુલાલ રે’, 75 વર્ષના પિતા માટે પુત્રીએ શોધી 60 વર્ષની દુલ્હન
ગુજરાતનાં મહીસાગર જિલ્લામાં લગ્નનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.મહીસાગરના ખાનપૂરમાં તાલુકામાં આવેલા અમેઠી ગામમાં રહેતા 75 વર્ષીય સાયબા ભાઈ ડામોરના લગ્ન 60 વર્ષીય કંકૂ બહેન સાથે લગ્ન થયા. ખેતી કામથી પોતાનું જીવન ગુજારતા સાઇબા ભાઈના લગ્ન તેની પુત્રીએ સામાજિક રીતિ-રિવાજ મુજબ કરાવ્યા.
સાઇબા ભાઈના લગ્ન 60 વર્ષીય કંકુ બહેન સાથે થયા. ચાર વર્ષ પહેલા સાઇબા ભાઈના પત્નીનું નિધન થયું હતું તો કંકુ બહેનના પતિનું પણ થોડા સમય પહેલા અવસાન થયું હતું.
બંને એક-બીજાથી હતા પરિચિત
સાઇબા ડામોર અને કંકુ બહેન પરમાર એક જ ગામમાં રહેતા હોવાથી એક બીજાને જાણતા હતા સાઇબા ભાઈને સંતાનમાં એક માત્ર પુત્રી હતી જેના લગ્ન થઈ ચૂક્યા છે.પુત્રીને હમેશા પિતાની ચિંતા હોય જ. સ્વાભાવિક રીતે પુત્રીને પોતાના પિતાની જૈફ વય અને વૃદ્ધાવસ્થામાં તેની સાર-સંભાળ અંગે ચિંતા હતી.એટલે સાયબા ભાઈની પુત્રી અને જમાઈએ જ પિતાના બીજા લગ્ન કરાવ્યા.
સાઇબા ભાઈ પણ પોતાના બીજા લગ્નથી એકદમ ખુશ હતા. અને પોતાના લગ્નમાં તેઓ ડીજેના તાલે ખૂબ નાચ્યા. બંને વડીલોના લગ્નમાં આખું ગામ ઊમટ્યું.લગ્નમાં ગામની મહિલાઓ સહિત હાર કોઈ નાચતા દેખાયા. 75 વર્ષીય સાઇબા ભાઈ અને 60 વર્ષીય કંકુ બહેનના લગ્નના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયા.