સુપ્રીમે દિલ્હીના સીએમને વચગાળાના જામીન આપતા, અમિત શાહે કહ્યું ‘કેજરીવાલને સ્પેશિયલ ટ્રિટમેન્ટ અપાઈ’
![‘…Then I will not contest the elections.’ Arvind Kejriwal challenges BJP and Amit Shah](/wp-content/uploads/2024/05/Untitled-design-14.jpg)
નવી દિલ્હી: દિલ્હી ના સીએમ અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા તેને લઈ રાજકારણ ગરમાયું છે. કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાની પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. હવે આ મામલે ગૃહમંત્રી અમિત શાહે તેમને મળેલા જામીન પર પ્રતિક્રિયા આપી છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા અમિત શાહ (Amit Shah)એ કહ્યું કે તેઓ માનતા નથી કે આ એક રૂટિન જજમેન્ટ છે. તેમણે કહ્યું કે દેશમાં મોટી સંખ્યામાં લોકો માને છે કે સ્પેશિયલ ટ્રિટમેન્ટ આપવામાં આવી હતી.
દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઇઝ પૉલિસીમાં કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લૉન્ડરિંગ કેસમાં શુક્રવારે (10 મે) સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે કહ્યું હતું કે AAP કન્વીનરને 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે અને પાછા જેલમાં જવું પડશે. કોર્ટે અરવિંદ કેજરીવાલ સમક્ષ કેટલીક શરતો પણ મૂકી છે.
આ પણ વાંચો : Loksabha Election 2024 : સમાજવાદી પાર્ટીને લોકસભા ચૂંટણી પૂર્વે મોટો આંચકો, બે દિવસમાં બે પક્ષોએ છોડયો સાથ
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને એ શરતે વચગાળાના જામીન આપ્યા કે તેઓ મુખ્યમંત્રી કાર્યાલય અને દિલ્હી સચિવાલય નહીં જાય. આ સાથે, તેઓ તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદનથી બંધાયેલા રહેશે. અરવિંદ કેજરીવાલ સત્તાવાર ફાઇલો પર સહી પણ નહીં કરે. દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલે સોમવારે (13 મે)ના રોજ આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સ્ટાફે તેમના પર હુમલો કર્યો હતો.
કેજરીવાલના નિવેદન (તમારે ઝાડુ પર મતદાન કરીને જેલમાં જવું પડશે નહીં) અંગે તેમણે કહ્યું, ‘હું માનું છું કે સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ અવમાનના છે. તેઓ કહેવાનો મતલબ એ છે કે સુપ્રીમ કોર્ટ દોષિત સાબિત થયા પછી પણ જીતનાર વ્યક્તિને જેલમાં મોકલતી નથી. અમિત શાહે વધુમાં કહ્યું કે તેમને જામીન આપનારા જજોએ વિચારવું પડશે કે તેમના ચુકાદાનો ઉપયોગ થઈ રહ્યો છે કે દુરુપયોગ થઈ રહ્યો છે.