ભારત-પાકિસ્તાનના સંબંધો મુદ્દે પાકિસ્તાનના પૂર્વ પ્રધાને ઝેર ઓક્યું, જાણો મોદી માટે શું કહ્યું?
ઈસ્લામાબાદઃ ભારતમાં લોકસભાની ચૂંટણી ટાણે ભારત અને પાકિસ્તાન સાથે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓક)ના મુદ્દા ચર્ચામાં છે ત્યારે આજે પાકિસ્તાનના પૂર્વ પ્રધાને ભારતને લઈને ઝેર ઓક્યું છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાન ફવાદ ચૌધરી વિવાદાસ્પદ નિવેદનોને લઈ ચર્ચામાં રહે છે. ફવાદ ચૌધરીએ આજે કહ્યું છે મહત્ત્વના પડોશી રાષ્ટ્રને આ રીતે નકારી કાઢવાની બાબત સારી વાત નથી અને એના કારણે તેમને નુકસાન વેઠવું પડી શકે છે. પાકિસ્તાનને ભારતને જરુર નથી પણ પાકિસ્તાન સાથે સારા સંબંધોથી ભારતને ફાયદો થશે.
ફવાદ ચૌધરીનું નિવેદન પીએમ મોદીની ટિપ્પણી પછી આવ્યું છે. અગાઉ પીએમ મોદીએ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 10 વર્ષ બાદ હવે પાકિસ્તાન ફેક્ટર રહ્યું નથી અને આ સંજોગોમાં આપણે પાકિસ્તાન પર વધુ સમય વેડફવાની જરુર નથી.
ALSO READ: ભારતમાં ભળવા તરફ આગળ વધી રહ્યું છે PoK!, PoKમાં પાક. સેનાનો જોરદાર વિરોધ
ત્યાર બાદ પીટીઆઈના નેતા ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે મોદીએ જે કાંઈ કહ્યું કે પાકિસ્તાન સાથે તેમને કોઈ લેવાદેવા નથી. આ તેમની વિચારધારા છે, પરંતુ બંને દેશ વચ્ચે સંબંધો સુધરવાથી ભારતને ફાયદો થશે. પાકિસ્તાન ભારતને મધ્ય એશિયામાં એન્ટ્રી આપી શકે છે, જે ખાસ તો ઉત્તર ભારત માટે મહત્ત્વપૂર્ણ બાબત છે. અને એ વાત પણ સાચી છે કે ભારત સાથે સારા સંબંધોથી પાકિસ્તાનને પણ ફાયદો થશે, પરંતુ એનાથી વધુ ફાયદો ભારતને વધુ ફાયદો થશે.
પાકિસ્તાનના પંજાબ અને ભારતના પંજાબે એકબીજાના વેપાર માટે ખુલ્લું મૂકવું જોઈએ, જેથી બંને વચ્ચે વેપાર વધુ સુધરી શકે છે. ચૌધરીએ કહ્યું હતું કે કટ્ટરપંથી નીતિઓથી પાકિસ્તાનને અપમાનિત કરી શકે છે, તેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધશે. આનાથી ભારતના મુસ્લિમો સાથેના તેમના સંબંધોમાં પણ વણસી શકે છે એવો તેમણે દાવો કર્યો હતો.
ALSO READ: POKમાં મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શનઃ હિંસામાં એકનું મોત, ૧૦૦ ઘાયલ
ભારતમાં 20 કરોડ મુસ્લિમ છે. કાશ્મીર, બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત અન્ય રાજ્યમાં મુસ્લિમો સાથેના સંબંધો બગાડવાનો અર્થ એ છેકે નરેન્દ મોદી કોઈને કોઈ રીતે તેમના દેશને આંતરિક રીતે નુકસાન પહોંચાડશે. આ અગાઉ ચૌધરીએ રાહુલ ગાંધીની પ્રશંસા કરીને પણ ચર્ચામાં રહ્યા હતા.