કોણ છે ભાવેશ ભિડે (Bhavesh Bhide)? આ રહી આખી કરમ કુંડળી…
મુંબઈઃ ઘાટકોપરમાં ગઈકાલે વિશાળકાય હોર્ડિંગ પડી જતાં સર્જાયેલી દુર્ઘટનામાં 14 જણના મૃત્યુ થયા છે. પરંતુ આ મસમોટું હોર્ડિંગ જે કંપનીના માલિકીનું છે એ કંપનીના માલિક છે ભાવેશ ભિડે (Owner Bhavesh Bhide). આ હોર્ડિંગ ગેરકાયદેસ હોવાનું સ્પષ્ટ થતાં દુર્ઘટના બાદથી જ ભાવેશ ભિડે અને તેનો પરિવાર ફરાર છે, ત્યારે આવો જોઈએ આખરે કોણ છે ભાવેશ ભિડે…
ભાવેશ ભિડે ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડનો નિર્દેશક છે અને ઘાટકોપરના આ દુર્ઘટનાગ્રસ્ત હોર્ડિંગ આ જ કંપનીના માલિકીનું છે. 250 ટન વજનનું આ હોર્ડિંગ નજીકના પેટ્રોલ પંપ પર પડ્યું હતું જેને કારણે 14 લોકોના તો 65થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ALSO READ: Mumbai storm: ગેરકાયદે લગાવેલા હોર્ડિંગનો ભોગ 14 બન્યા, 75 ઘાયલ
પાલિકાએ ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડને આ ગેરકાયદેસર હોર્ડિંગ કાઢવા માટે નોટિસ ફટકારી હતી. એટલું જ નહીં 8 ગેરકાયદેસર હોર્ડિંગ 10 દિવસમાં કાઢવાનું આ નોટિસમાં જણાવવામાં આવ્યું હતું. જો આવું નહીં કરવામાં આવે તો શહેરના 24 વોર્ડમાં હોર્ડિંગ લગાવવા આપવામાં આવેલું લાઈસન્સ રદ કરવામાં આવશે એવું પણ જણાવવામાં આવ્યું હતું.
ALSO READ: Ghatkopar Hoarding Tragedy: BJP MLA Ram Kadamનો ચોંકાવનારો ખુલાસો? કહ્યું ઉદ્ધવ ઠાકરે સાથે છે…
આ હોર્ડિંગ જે જમીન પર હતું એ જમીન ગૃહ ખાતુ અને મહારાષ્ટ્ર રાજ્ય પોલીસ હાઉસિંગ વેલફેર કોર્પોરેશન માલિકીની છે. આ હોર્ડિંગ ગેરકાયદેસર લગાવવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ વિધાનસભ્ય કિરીટ સૌમૈયાએ પણ આ ગેરકાયદે હોર્ડિંગ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેને કારણે મુંબઈ મહાનગરપાલિકાએ રેલવે પોલીસને આ હોર્ડિંગ કાઢવાના આદેશ આપ્યા હતા, એવો દાવો એક અંગ્રેજી અખબારના અહેવાલમાં કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે મુંબઈ મહાનગરપાલિકાએ પહેલી એફઆઈઆર મે મહિનાના 2023માં લોન્ચ કરી હતી એવો દાવો પણ કરાયો છે.
દરમિયના આ દુર્ઘટના બાદથી જ ભાવેશ ભિડે પરિવાર સાથે ફરાર છે અને તેમનો મોબાઈલ ફોન પણ બંધ આવી હ્યો છે. આ દુર્ઘટના બાદ એન વોર્ડના કમિશનરે તાત્કાલિક જાહેરાત કંપનીઓને આ વિસ્તારમાં લગાવવામાં આવેલા ગેરકાયદે હોર્ડિંગ કાઢવાનો આદેશ આપ્યો છે.