નેશનલ

Children in Jails: ભારતમાં બાળકોને જુવેનાઇલ હોમને બદલે જેલમાં રાખવામાં આવે છે, સંસ્થાનો ચોંકાવનારો દાવો

નવી દિલ્હી: લંડન સ્થિત એક સંસ્થાએ ભારતની જેલમાં બાળકોને ગેરકાયદેસર રીતે પુરવામાં આવતા હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે. સંસ્થાના અહેવાલ મુજબ 1 જાન્યુઆરી, 2016 થી 31 ડિસેમ્બર, 2021 સુધીના છ વર્ષના સમયગાળા દરમિયાન લગભગ 9,681 બાળકોને અયોગ્ય રીતે પુખ્તવયના કેદીઓની જેલમાં પૂરવમાં આવ્યા છે.

સંસ્થાના જણાવ્યા મુજબ આ અભ્યાસ સરકારને કરવામાં આવેલી રાઈટ ટૂ ઇન્ફોર્મેશન(RTI) પીટીશનના મળેલા જવાબઓ દ્વારા પ્રાપ્ત થયેલા ડેટા પર આધારિત છે.

અહેવાલમાં નેહા નામની સગીરાની કહાનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એપ્રિલ 2018 માં નેહાના પિતાએ આરોપ લગાવ્યો હતો કે તેણે માતાની હત્યાનો કરી હતી, ત્યારે તેની ઉમર 17 વર્ષ હતી, જુવેનાઇલ જસ્ટિસ (જેજે) એક્ટ હેઠળ કાયદાકીય કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. તેને જામીનની મળે એ પહેલા નેહાને વર્ષો સુધી પુખ્ત વયના કેદીઓને રાખવામાં આવે છે એ જેલમાં રહેવું પડ્યું હતું. અહેવાલ મુજબ નેહાએ જણાવ્યું કે “છ વર્ષ સુધી, મેં વિચાર્યું કે જેલ જ મારા જીવનનો અંત હશે. મેં મારું બાળપણ ગુમાવ્યું,”

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટની જુવેનાઈલ જસ્ટિસ કમિટીના અધ્યક્ષ રવીન્દ્ર ભટે આ મુદ્દાને સંબોધતા રાજ્યો પર બેદકારીના આરોપ લગાવાયા હતા. તેમણે કહ્યું કે રાજ્યો “પેરેન્સ પેટ્રિયા”( parens patriae) છે એટલે કે જેઓ પોતાનું રક્ષણ કરી શકતા નથી તેમના કાયદાકીય રક્ષક છે. રાજ્યો બાળકોની રક્ષા કરવા નિષ્ફળ ગયા છે.

અભ્યાસ મુજબ, સંસ્થાએ કુલ 570 જિલ્લા અને કેન્દ્રીય જેલોમાંથી 50% પાસેથી જ રિસ્પોન્સ મળ્યા છે, જે ડેટા કલેક્શન અને રિપોર્ટિંગમાં ચિંતાજનક અંતર દર્શાવે છે. મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ અને લદ્દાખ જેવા રાજ્યો તરફથી મળેલા રિસ્પોન્સમાં નોંધપાત્ર ભૂલો જોવા મળી હતી.

દિલ્હીની તિહાર જેલની જેલ નંબર 5 માંથી મળેલો ડેટા દર્શાવે છે કે છ વર્ષમાં 730 બાળકોને જુવેનાઇલ ફેસિલિટીમાં ટ્રાન્સફર કરાયા એ પહેલા, 22ને છોડી બધાએ એક અઠવાડિયા કે તેથી વધુ સમય માટે જેલમાં રાખવામાં આવ્યા હતા.

સંસ્થાએ જણવ્યું કે જુવેનાઇલ જસ્ટિસ (ચિલ્ડ્રન કેર એન્ડ પ્રોટેક્શન) એક્ટ, 2015 (JJ એક્ટ)નું અસરકારક અમલીકરણની કરવામાં આવે, બાળકે ગુનો કર્યો હોવાનો આક્ષેપ હોય કે બાળક દોષિત હોય તેમણે યોગ્ય જુવેનાઇલ હોમમાં રાખવામાં આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button