બીજા ડિવોર્સ બાદ ત્રીજા લગ્ન કરશે ટીવીની આ સંસ્કારી બહુ?

હેડિંગ વાંચીને જ તમને થઈ ગયું હશે કે ભાઈસાબ અહીંયા લોકોના એક વખત લગ્ન નથી થઈ રહ્યા અને અહીંયા બીજા છુટાછેડા બાદ ત્રીજા લગ્નની વાત થઈ રહી છે. આ એક્ટ્રેસ છે Dalljiet Kaur… Dalljiet Kaurની વાત કરીએ તો નાના પડદા પર સંસ્કારી બહુના રોલ કરીને લોકોના દિલ પર રાજ કરનારી આ એક્ટ્રેસ પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવતી હોય છે.
હમણાં થોડાક દિવસ પહેલાં જ એવા સમાચાર આવ્યા હતા Dalljiet Kaurએ પોતાના બીજા પતિ નિખિલ પટેલથી છુટાછેડા લઈ લીધા છે અને તે ઈન્ડિયા પાછી ફરી છે. એક્ટ્રેસ હાલમાં તો પોતાની પ્રોફેશનલ લાઈફમાં બિઝી થઈ ગઈ છે. પણ હવે એક્ટ્રેસે પોતાનો એક ફોટો શેર કર્યો છે જેમાં તેણે સિંદૂર લગાવ્યું છે. આ ફોટો શેર કરતાંની સાથે જ નેટિઝન્સ જાત-જાતની અટકળો લગાવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર એક્ટ્રેસના આ ફોટો શેર કરતાંની સાથે જ લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે એક્ટ્રેસે ત્રીજા લગ્ન કરી લીધા છે કે પછી તે ટૂંક સમયમાં જ ત્રીજા લગ્ન કરવા જઈ રહી છે. જોકે, નિખિલ સાથેના છુટાછેડા કે પછી ત્રીજા લગ્નને Dalljiet Kaurએ ઓફિશિયલી કોઈ પણ નિવેદન આપ્યું નથી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો Dalljiet Kaur છેલ્લે સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસમાં જોવા મળી હતી અને તેણે હવે પાછા કમબેક કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. Dalljiet Kaurએ ગયા વર્ષે બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કરી લીધા હતા અને તે વિદેશ જતી રહી હતી. પરંતુ લગ્નના એક જ વર્ષમાં એક્ટ્રેસ પોતાના દીકરાને લઈને ઈન્ડિયા પાછી ફરી છે. ત્યારથી એવી ચર્ચા ચાલી રહી છે કે Dalljiet Kaurએ તેના બીજા પતિથી પણ છુટાછેડા લઈ લીધા છે.