ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ આવતીકાલે થશે જાહેર
ગાંધીનગર: ગુજરાતમાં ધોરણ 12ની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પરિણામની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો કે આવતી કાલે તેમની આતુરતાનો અંત આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી પ્રમાણે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહનું ધોરણ 12નું પરિણામ આવતી કાલે ગુરૂવારે જાહેર કરવામાં આવશે.
ધોરણ 12ના સામાન્ય (વાણિજ્ય અને આર્ટસ) અને વ્યવસાયલક્ષી પ્રવાહના પરિણામો આવતીકાલે જાહેર કરવામાં આવશે. બંને પ્રવાહના ભેગા મળી કુલ ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે.
આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સાથે જ જાહેર થશે. બંને પ્રવાહના ભેગા મળી કુલ ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે.
બોર્ડની વેબસાઈટ પરથીઆવતીકાલે સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક લાખથી વધુ તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3.50 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ધોરણ 10 અને 12ની પરીક્ષા બાદ પરિણામ વહેલું જાહેર થાય તેવી અટકળો હતી. ત્યારે બોર્ડ દ્વારા આવતીકાલે પરિણામ જાહેર કરવાની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પરથી પોતાના સીટ નંબર નાખી પરિણામ જોઈ શકશે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ પર પરિણામ મેળવી શકે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ જાહેર કરી શકશે.