ઇન્ટરનેશનલનેશનલ

200 કેરેટનો હીરો પહેરનારી સુધા રેડ્ડી કોણ છે તમે ઓળખો છો?

ન્યૂ યોર્ક: અમેરિકાના ન્યૂ યોર્કના અત્યંત વૈભવશાળી વિસ્તારમાં યોજાઇ રહેલા મેટ ગાલા વિશે તો તમે જાણતા જ હશો અને મેટ ગાલામાં આખા વિશ્ર્વના સેલિબ્રિટીઝ અને ટોચના અગ્રણીઓ ભાગ લે છે. મેટ ગાલાનું સૌથી મોટું આકર્ષણ ત્યાં પહોંચતા મહાનુભવોની સ્ટાઇલ અને તેમની ફેશન હોય છે અને કોણ શું પહેરીને અહીં પધારે છે તેના પર જ આખી દુનિયાની અને મીડિયાની નજર હોય છે.

આ વખતે પ્રિયંકા ચોપરા જોનાસ મેટ ગાલામાં હાજર નથી રહી, પરંતુ ભારત તરફથી એક એવી હસતિએ મેટ ગાલામાં આકર્ષણ જમાવ્યું હતું. જોકે, એ વ્યક્તિ કોઇ અભિનેત્રી કે અભિનેતા નથી, પરંતુ તે છતાં ફેશનની દુનિયામાં તેમના નામનો ડંકો વાગે છે. આપણે વાત કરી રહ્યા છીએ સુધા રેડ્ડીની જે જાણીતી ફિલેન્થ્રોપિસ્ટ અને સોશિયલાઇટ છે અને પોતાની ગજબની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.

મેટ ગાલા પહોંચેલી સુધા રેડ્ડીએ તરુણ તહેલાની દ્વારા ડિઝાઇન કરવામાં આવેલો તેમ જ 4,500 કલાકની 80 કર્મચારીઓની મહેનત બાદ તૈયાર કરવામાં આવેલો આઇવરી સિલ્ક ગાઉન પહેર્યો હતો. આ સાથે જ સૌથી મોટું આકર્ષણ રહ્યું હતું સુધાએ પહેરેલો 180 કેરેટનો ડાયમંડ નેકલેસ જેમાં 25 કેરેટનું હાર્ટ પેન્ડન્ટ પણ જડાયેલું હતું.

આ ઉપરાંત તેમાં 20 કેરેટના ત્રણ અન્ય હીરા પણ જડવામાં આવ્યા હતા જે તે તેમના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પતિ અને તેમના બે પુત્ર માનસ અને પ્રણવનું પ્રતિનિધિત્વ કરતા હતા. પોતાની આ ગાઉન પહેરેલી તસવીર સુધાએ પોતે જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી હતી અને કેપ્શનમાં પોતે આ વખતના મેટ ગાલા થીમ ‘સ્લીપીંગ બ્યુટીઝ:રિઅવેકનીંગ ફેશન’ને બંધ બેસતો ડ્રેસ પહેર્યો હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય સુધા હૈદરાબાદ સ્થિત અરબપતિ મેઘ ક્રિશ્ર્ન રેડ્ડીના પત્ની છે. મેઘ પોતાના નામે એક એન્જિનિયરીંગ કંપની પણ ધરાવે છે જેનું નામ મેઘ એન્જિનિયરીંગ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button