સલમાન ખાનના આટલા સરસ હેન્ડરાઈટિંગ…જૂનો પત્ર વાયરલ થતા ફેન્સને થયો સવાલ

સલમાન ખાનની કલ્ટ-ક્લાસિક ફિલ્મ મૈંને પ્યાર કિયા સુપરહીટ સાબિત થઈ હતી. હવે, તાજેતરમાં સલમાન ખાન દ્વારા લખાયેલ એક હસ્તલિખિત પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તે તે ફિલ્મની સફળતા પછી જ લખવામાં આવ્યો હતો. આમાં તે પોતાના ફેન્સનો આભાર માની રહ્યો છે. સલમાન ખાને 90ના દાયકાના પોતાના ચાહકોનો આભાર માનતા આ પત્ર લખ્યો હતો, જે હવે વાયરલ થયો છે. આ ફિલ્મ 29 ડિસેમ્બર 1989ના રોજ રીલિઝ થઈ હતી અને લેટર તેના ચાર મહિના પછી લખાયો હોવાનું જણાઈ રહ્યું છે.
https://www.instagram.com/p/C6nFiZEyV2f/?utm_source=ig_web_copy_link&img_index=2
એક સમય હતો જ્યારે સલમાન ખાન પોતાના હાથે એક ફેન માટે પત્ર લખતો હતો, હવે આ પત્ર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકોની નજર આ પત્રમાં અભિનેતાના હેન્ડરાઈટિંગ પર ટકેલી છે.
સલમાન ખાનની ફેન ફોલોઈંગ અદભૂત છે. તેના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હોય છે. સલમાન ખાને ભાગ્યશ્રી સાથે સૂરજ બડજાત્યાની રોમેન્ટિક-ડ્રામા ‘મૈને પ્યાર કિયા’માં ડેબ્યૂ કર્યું હતું. જોકે આ પહેલા તે રેખાની ફિલ્મ બીવી હો તો ઐસીમાં દેખાયો હતો, પરંતુ તે સમયેકોઈની નજરમાં આવ્યો ન હતો. આ પછી તેણે સતત ઘણી ધમાકેદાર ફિલ્મો આપી. ફિલ્મોની લાંબી યાદી સાથે તેના ચાહકોની સંખ્યામાં પણ વધારો થયો છે. અભિનેતાઓ પણ તેમના ચાહકો પર ઘણો પ્રેમ વરસાવે છે. હાલમાં જ તેના હાથે લખેલો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આટલા સરસ અક્ષર ખાનના જ છે કે શું તેવા સવાલો કરી રહ્યા છે.
આ પત્રમાં સલમાને ફેન્સનો આભાર માન્યો છે.