જો હાલ લોકસભાની ચૂંટણી યોજાય તો શું NDAને 400 બેઠકો મળશે? સર્વેનું આવ્યું ચોંકાવનારૂં રિઝલ્ટ
ચૂંટણી પંચ આગામી કેટલાક દિવસોમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. આ માટે ભાજપ સહિત અન્ય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપે પણ ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. ચૂંટણી શેડ્યૂલ ભલે જાહેર ન થયું હોય, પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઓપિનિયન પોલ ચોક્કસપણે બહાર આવી રહ્યા છે. આ દરમિયાન, એક મિડીયા ગ્રૂપે દેશના લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે. મિડીયા ગ્રૂપના ઓપિનિયન પોલમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જો વર્તમાનમાં ચૂંટણી થાય તો કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપને કેટલી બેઠકો મળી શકે છે. શું NDA ગઠબંધન 400નો આંકડો પાર કરી શકશે? કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા એલાયન્સને કેટલી બેઠકો મળી રહી છે? સર્વે વિશે મહત્વની બાબતો જાણો.
હાલ ચૂંટણી થાય તો NDAને 370 સીટો મળે – સર્વે
રાજ્ય | NDA | INDIA |
ગુજરાત | 26 | 0 |
મધ્ય પ્રદેશ | 29 | 0 |
રાજસ્થાન | 25 | 0 |
હરિયાણા | 10 | 0 |
દિલ્હી | 7 | 0 |
ઉત્તરાખંડ | 5 | 0 |
ઉત્તર પ્રદેશ | 78 | 2 ( સમાજવાદી પાર્ટી ) |
બિહાર | 35 | 5 |
છત્તીસગઢ | 10 | 1 |
હિમાચલ પ્રદેશ | 4 | 0 |
કર્ણાટક | 24 | 4 |
પંજાબ | 3 | 3 |
ત્રિપુરા | 2 | 0 |
ગોવા | 2 | 0 |
| | |
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના નેતૃત્વમાં NDA ગઠબંધન માટે 400 સીટોથી વધુનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જેમાં એકલા ભાજપ માટે 370 બેઠકો મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હવે, એક મિડીયા ગ્રૂપના ઓપિનિયન પોલ મુજબ, જો દેશમાં લોકસભાની ચૂંટણી યોજાય તો NDA ગઠબંધનને 400થી થોડી ઓછી સીટો મળતી જણાય છે. લોકસભાની કુલ 543 બેઠકોમાંથી NDAને 378 બેઠકો મળવાની વાત કહેવામાં આવી રહી છે. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા એલાયન્સને 98 બેઠકો મળી શકે છે. આમાં ખાસ વાત એ છે કે મમતા બેનર્જીની પાર્ટી TMCનો સમાવેશ થતો નથી.