IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

DC vs GT Highlights, IPL 2024: દિલ્હીનો દિલધડક વિજય, ગુજરાતને ફરી હરાવી દીધું

નવી દિલ્હી: દિલ્હી કેપિટલ્સે બુધવારના થ્રિલરમાં (20 ઓવરમાં 224/4) ગુજરાત ટાઇટન્સ (20 ઓવરમાં 220/8)ને ચાર રનથી હરાવી દીધું હતું. અઠવાડિયામાં ફરી દિલ્હીએ ગુજરાત સામે વિજય મેળવ્યો. કૅપ્ટન રિષભ પંત (88 અણનમ, 43 બૉલ, આઠ સિક્સર, પાંચ ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો. ખુદ પંતે ગુજરાતની ઇનિંગ્સમાં બે અને અક્ષર પટેલે ત્રણ કૅચ પકડ્યા હતા.

કાશ્મીરનો પેસ બોલર રસિખ સલામ (4-0-44-3) દિલ્હીનો સૌથી સફળ બોલર સાબિત થયો હતો. બેસ્ટ બોલર કુલદીપ યાદવને 29 રનમાં બે વિકેટ મળી હતી. જબરદસ્ત ફોટોફિનિશમાં મુકેશ કુમારની 20મી ઓવરમાં ગુજરાતે 19 રન બનાવવાના હતા. રાશીદ ખાન (21 અણનમ, 11 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ની હાજરીને લીધે ગુજરાતને જીતવાની આશા હતી, પરંતુ મુકેશની અસરદાર ઓવરમાં બે ફોર અને એક સિક્સરથી 14 રન બનવા છતાં તેની ઓવરના ત્રણ ડોટ-બૉલ છેલ્લે નિર્ણાયક સાબિત થયા હતા. તેની સાથે મોહિત અણનમ રહ્યો હતો. દિલ્હીને મુકેશે હારથી બચાવી લીધું હતું. તેણે તેમ જ અક્ષર, નોર્કીયાએ એક-એક વિકેટ લીધી હતી.


225 રનના તોતિંગ ટાર્ગેટને હાંસલ કરવાની ચેલેન્જ ઉપાડનાર કેપ્ટન શુભમન ગિલ બીજી જ ઓવરમાં આઉટ થયો હતો. સાહા (39 રન, 25 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) સાધારણ ઇનિંગ્સ રમ્યો હતો. તેની અને સાંઈ સુદર્શન (65 રન, 39 બૉલ, બે સિક્સર, સાત ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી થઈ હતી. ઓમરઝાઇ (1 રન) ફરી એક વાર અપેક્ષા જેવું રમવામાં નિષ્ફ્ળ ગયો.


એમ. શાહરુખ ખાનની પાંચમી વિકેટ પડ્યા બાદ રાહુલ તેવટિયા રમવા આવ્યો ત્યારે પણ લાગતું હતું કે મિલરની જોડીમાં તે ગુજરાતને જિતાડશે, પરંતુ તે ચાર રન બનાવીને કુલદીપના ઑફ સ્ટમ્પની બહારના બોલને છેડવા જતા પંતને કૅચ આપી બેઠો હતો.


18મી ઓવરમાં ડેન્જરસ બૅટર ડેવિડ મિલર (55 રન, 23 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર)ની પ્રાઈઝ વિકેટ અપાવીને મુકેશ કુમારે દિલ્હીના માથેથી મોટો બોજ દૂર કર્યો હતો. ડીપ બેકવર્ડ સ્કવેર લેગ પર રસિખ સલામે તેનો નીચો કૅચ પકડ્યો હતો. એ પહેલાં, રિષભ પંતે બૅટથી પરચો બતાવ્યો હતો. તે અસલ આક્રમક સ્ટાઇલથી રમ્યો હતો. તેની ઇનિંગ્સ પરથી લાગતું હતું કે વર્લ્ડ કપ માટે તે ફિક્સ જ થઈ ગયો છે.


દિલ્હીની ટીમે હોમ-ગ્રાઉન્ડ પર ગુજરાત સામે અલગ જ અંદાજમાં પર્ફોર્મ કર્યું હતું. બૅટિંગ મળ્યા પછી આ ટીમે 20 ઓવરમાં ચાર વિકેટે 224 રન બનાવીને આ વખતના રનોત્સવમાં અન્ય ઘણી ટીમોની માફક પોતે પણ 220-પ્લસનું ટોટલ બતાવ્યું. ખુદ કૅપ્ટન રિષભ પંત અસલ રંગમાં જોવા મળ્યો હતો. વનડાઉનમાં અક્ષર પટેલ (66 રન, 43 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)ને મોકલવામાં આવ્યો અને તેણે પણ બૅટિંગમાં તાકાત બતાવી દીધી.


આ હતી દિલ્હીની દમદાર બૅટિંગનું પરિણામ જેમાં ગુજરાત ટાઇટન્સને 225 રનનો પડકારરૂપ ટાર્ગેટ મળ્યો હતો. ગુજરાતના પેસ બોલર મોહિત શર્માની 20મી ઓવરમાં દિલ્હીએ ઉપરાઉપરી ધમાકા કર્યા હતા. રિષભ પંત આક્રમકતાની જાણે ચરમસીમાએ હતો. મોહિતની એ ઓવરમાં આ મુજબ રન બન્યા હતા: 2, 1 (વાઇડ), 6, 4, 6, 6, 6.
જેક ફ્રેઝર-મૅકગર્કે (23 રન, 14 બૉલ, બે સિક્સર, બે ફોર) ફરી અસરદાર ઝલક બતાવી. ટ્રિસ્ટેન સ્ટબ્સ (26 અણનમ, સાત બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)એ પાંચમી વિકેટ માટે પંત સાથે 67 રનની અતૂટ ભાગીદારી કરી હતી. મોહિત શર્મા (4-0-73-0) આઇપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door