આમચી મુંબઈ

કાળ’ઝાળ’ ગરમી માટે તૈયાર રહો: બે દિવસમાં રાજ્યમાં ઊંચે જશે ગરમીનો પારો, IMDએ ઉચ્ચારી આગાહી…

મુંબઈ: હાલમાં એક તરફ જ્યાં દેશ અને રાજ્યના અમુક ભાગોમાં હળવો વરસાદ શરૂ થઈ રહ્યો છે, તો બીજી તરફ કેટલાક ક્ષેત્રમાં ઓક્ટોબર હીટમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો એ અનુસાર આગામી બે દિવસમાં ઓક્ટોબર હીટ વધુ તીવ્ર બનશે.

બુધવારથી એટલે કે 18મી ઓકટોબરથી મહત્તમ તાપમાનનો પારો ફરી એકવાર ઊંચે જશે, એવી માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે અને તાપમાનમાં થનારા આ વધારાને કારણે ઓક્ટોબર હીટની અસર વધુ ગંભીર બની શકે છે, એવી ચેતવણી પણ IMD દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહી છે કે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ દેશમાં પણ સરેરાશ કરતાં વધુ તાપમાનનો અનુભવ નાગરિકો કરી રહ્યા છે. રવિવારે એટલે કે 15મી ઓક્ટોબરના મુંબઈમાં સાંતાક્રુઝમાં ખાતે 34.6 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે કોલાબામાં મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહત્તમ તાપમાન શનિવારની સરખામણીએ થોડું ઓછું હતું.


આજની વાત કરીએ તો સોમવાર અને આવતીકાલે એટલે કે મંગળવારે આકાશમાં વાદળા છવાયેલા જોવા મળશે અને એને કારણે ગરમીમાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત તેમ જ 18મી અને 19મી ઓક્ટોબરની વચ્ચે મુંબઈનું મહત્તમ તાપમાન ફરી 35 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ સમયગાળા દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે, એવી માહિતી નિવૃત્ત હવામાન ખાતાના અધિકારી દ્વારા માણિકરાવ ધૂળેએ જણાવ્યું હતું.


તેમ જ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 17મી ઓક્ટોબર સુધી મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ તે પછી 18મી ઓક્ટોબરથી ઓક્ટોબર હીટ વધુને વધુ તીવ્ર બનશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door