શું યુક્રેનના રાષ્ટ્રપતિ PM Modiનું ભારત આવવાનું આમંત્રણ સ્વીકારશે, ઝેલેન્સકી આપ્યો આ જવાબ
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) શુક્રવારે યુક્રેનની મુલાકાત લીધી હતી. તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ કિવમાં વ્યાપક મંત્રણા દરમિયાન ઝેલેન્સકીને આમંત્રણ આપ્યું હતું. જ્યારે એક મીડિયા હાઉસ સાથે વાતચીત કરતાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને વડા પ્રધાન મોદીના આમંત્રણ વિશે જણાવ્યું હતું કે તેમને ભારતની મુલાકાત લઈને ખુશી થશે. જો કે મુલાકાત યુક્રેનની પરિસ્થિતિ પર નિર્ભર રહેશે.
મીટિંગ ભારતમાં થશે તો મને ખુશી થશે
આ ઉપરાંત યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને કહ્યું હતું કે ” જ્યારે વ્યૂહાત્મક ભાગીદારી શરૂ કરીએ છીએ ત્યારે થોડી વાતચીત શરૂ થાય છે. ત્યારે મને લાગે છે કે સમય બગાડવાની અને વધુ રાહ જોવાની જરૂર નથી. તેથી મને લાગે છે કે ફરી એકવાર મળવું સારું હશે. તેમજ જો અમારી મીટિંગ ભારતમાં થશે તો મને ખુશી થશે “
ભારતને મોટો અને મહાન દેશ ગણાવીને તેમણે કહ્યું કે એ દુઃખની વાત હશે જો મારી પાસે ભારત જોવાનો સમય નથી. યુદ્ધના લીધે મારી પાસે સમગ્ર ભારતને જોવા અને સમજવાનો સમય નથી.તેમણે વધુમાં જણાવ્યું કે પરંતુ પોતાના દેશમાં રહેવું વધુ સારું છે, કારણ કે વડાપ્રધાન માટે મહત્વપૂર્ણ બાબત દેશના લોકોને મળતા રહેવું છે.
ઝેલેન્સ્કીએ વધુમાં જણાવ્યું કે, હું ઇચ્છું છું કે ભારત અમારા પક્ષમાં રહે તેમજ જ્યારે પણ ભારત સરકાર અને વડાપ્રધાન મને મળવા તૈયાર હશે ત્યારે મને ભારત આવવાની ખુશી થશે
રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારત સક્રિય ભૂમિકા ભજવવા તૈયાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને કહ્યું હતું કે યુક્રેન અને રશિયાએ કોઈપણ સમય બગાડ્યા વિના સાથે બેસીને ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવો જોઈએ અને ભારત આ ક્ષેત્રમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.