ટોપ ન્યૂઝ

ફક્ત અઠવાડિયાની અંદર પીએમ મોદીના વોટ્સએપ ચેનલના 50 લાખથી વધુ સબસ્ક્રાઇબર થયા

વોટ્સએપ ચેનલ પર ફક્ત એક અઠવાડિયાની અંદર પીએમ મોદીના 50 લાખથી વધુ સબસ્ક્રાઇબર થઇ ગયા છે. 20 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વોટ્સએપ ચેનલ શરૂ થઇ હતી. ચેનલ શરૂ થયાના ગણતરીના જ કલાકોમાં કુલ 10 લાખ જેટલા સબસ્ક્રાઇબર થઇ ગયા હતા.

પીએમ મોદીએ સંદેશ મુક્યો હતો કે, “જે રીતે આપણે 50 લાખથી વધુના સબસ્ક્રાઇબર થઇ ગયા છે, હું એ તમામનો આભાર માનું છું કે જેઓ મારી વોટ્સએપ ચેનલ સાથે જોડાયા છે. નિરંતર સમર્થન માટે હું આભાર વ્યક્ત કરું છું.”


દિલ્હી, મુંબઇ સહિત અનેક રાજ્યોના મુખ્યપ્રધાનો પણ વોટ્સએપના આ નવા ફીચર સાથે જોડાઇ ગયા છે. વોટ્સએપ દ્વારા 150થી વધુ દેશોમાં આ ચેનલનું ફીચર શરૂ કરવામાં આવ્યું છે જેમાં અનેક વિશ્વભરના સેલિબ્રિટીઝ, બિઝનેસમેન, નેતાઓ જોડાઇ રહ્યા છે.

આ ફીચરનો મુખ્ય ઉદ્દેશ્ય ટેલિગ્રામને ટક્કર આપવાનો છે. વોટ્સએપ પર અપડેટના ટેબમાં આ ફીચર જોવા મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button