વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 13,000 કરોડ રુપિયાની વિકાસલક્ષી યોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો હતો, ત્યારપછી જાહેર જનતાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણના રાજકારણને લીધે દાયકાઓથી વિકાસ સાધી શક્યું નથી. પીએમ મોદીએ રાહુલ ગાંધીએ વારાણસીમાં યુવાનોને દારુ પીવાના નિવેદનની ટીકા કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંના રાહુલ ગાંધીના વારાણસીના રસ્તાઓ પર નશામાં લોકોના નિવેદનનો જવાબ આપ્યો હતો. વડા પ્રધાન મોદીએ રાહુલની ટીકા કરતા કહ્યું હતું કે આજે જ્યારે યુપી બદલાઈ રહ્યું છે, જ્યારે યુપીના નવજવાન પોતાનું નવું ભવિષ્ય લખી રહ્યા છે ત્યારે પરિવારવાદી શું કરી રહ્યા છે. હું તેમની વાતો સાંભળીને હેરાન છું. કાશીની ધરતી પર આવીને કોંગ્રેસના યુવરાજ કહી રહ્યા છે કે કાશીના નૌજવાન, યુપીના યુવાનો નશેડી છે આ કેવી ભાષા છે એવો પીએમ મોદીએ સવાલ પૂછ્યો હતો.
વડા પ્રધાને કહ્યું હતું કે મોદીને ગાળા આપતા આપતા બે દાયકા વીતી ગયા છે, પરંતુ હવે આ લોકો યુપીની જનતા પર ફ્રસટ્રેશન કાઢી રહ્યા છે, જેમના ખૂદના કોઈ ઠેકાણા નથી એવા લોકો યુપી અને કાશીના જવાનોને ‘નશેડી’ કહી રહ્યા છે. કટ્ટર પરિવારવાદવાળા કાશીને, યુપીના નૌજવાન તો વિકસિત યુપી બનાવવામાં જોડાયા છે. I.N.D.I.A. ગઠબંધન દ્વારા ઉત્તર પ્રદેશના જવાનોનું કરવામાં આવેલું અપમાન ક્યારેય ભૂલશે નહીં.
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં ચંદૌલી, વારાણસી અને અમેઠી વાયા રાયબરેલી પહોંચતા રાહુલ ગાંધીએ મંગળવારે મોટું નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું વારાણસી ગયો હતો. મેં રસ્તા પર જોયું હતું કે હજારો યુવાનો રસ્તા પર દારુ પીને સૂતા હતા અને લોકો દારુ પીને યુવાનો બનારસના રસ્તા પર નાચી રહ્યા હતા.
આ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બીજા દિવસે મને યુવાનો મળ્યા હતા અને કહ્યું હતું કે અમારી જિંદગી બરબાદ થઈ ગઈ. પેપર લીક થઈ ગયું અને એક પછી એક પેપર લીક થઈ રહ્યા છે, જે પેપર હોય છે એ લીક થાય છે. એક યુવક અમારી પાસે આવીને કહે છે પાંચ લાખ રુપિયામાં કોચિંગ લીધું અને પરીક્ષાના દિવસે પેપર લીક થઈ જાય છે. આ વાતનો ઉલ્લેખ રાહુલ ગાંધીએ અમેઠીમાં કર્યો હતો.
Taboola Feed