IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2024 Auction: 333 ખેલાડીઓ, 10 ફ્રેન્ચાઇઝી અને 262.95 કરોડ રૂપિયા, જાણો A to Z માહિતી

દુબઈ: આજે યુએઈના દુબઈમાં IPLમાટે ખેલાડીઓની હરાજી થશે. દુબઈના કોકા કોલા એરેના ખાતે બપોરે 1 વાગ્યે હરાજી શરૂ થશે. આ પહેલીવાર છે જ્યારે આઈપીએલની હરાજી ભારતની બહાર થઈ રહી છે. હરાજીમાં તમામ 10 ફ્રેન્ચાઇઝી પોતપોતાની ટીમના ખાલી સ્થાનો ભરવા માટે એકબીજા સામે બોલી લગાવતા જોવા મળશે.

માહિતી અનુસાર આ વખતે હરાજી માટે 1166 ખેલાડીઓએ પોતાના નામ આપ્યા હતા. તેમાંથી, હરાજી માટે 333 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 77 ખેલાડીઓનું નસીબ ચમકશે, કેમ કે IPLની 10 ફ્રેન્ચાઇઝીસ પાસે માત્ર 77 ખાલી સ્લોટ બાકી છે. આ ખાલી જગ્યાઓ માટે આ ફ્રેન્ચાઇઝીસ પાસે હરાજી માટે કુલ રૂ. 262.95 કરોડ છે. હરાજીની અંતિમ યાદીમાં સામેલ 333 ખેલાડીઓને 19 સેટમાં વહેંચવામાં આવ્યા છે.


બેટ્સમેન, ઓલરાઉન્ડર, ફાસ્ટ બોલર, સ્પિનર, વિકેટકીપર, કેપ્ડ અને અનકેપ્ડ ખેલાડીઓના અલગ-અલગ સેટ હશે. શોર્ટલિસ્ટ કરાયેલા 333 ખેલાડીઓમાંથી 214 ભારતીય અને 119 વિદેશી છે. કેપ્ડ કેટેગરીમાં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ તેમના દેશ માટે ટેસ્ટ, ODI અથવા T-20 મેચ રમ્યા હોય. જે ખેલાડીએ તેના દેશ માટે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી, તેને અનકેપ્ડ કહેવામાં આવે છે.

કેપ્ડ ખેલાડીઓની સંખ્યા 116 છે અને 215 અનકેપ્ડ ક્રિકેટર્સ છે. 23 ખેલાડીઓએ 2 કરોડ રૂપિયાની સર્વોચ્ચ બેઝ પ્રાઈઝમાં પોતાના નામ મૂક્યા છે. તે જ સમયે, 1.5 કરોડ રૂપિયાના બ્રેકેટમાં 13 ક્રિકેટર છે.


IPLની હરાજી માટે પ્રથમ વખત મહિલા ઓકશનરની પસંદગી કરવામાં આવી છે. મલાઇકા સાગર આ આજનું ઓકશન કરશે. હરાજી દુબઈમાં સવારે 11 વાગ્યે શરૂ થશે. એટલે કે આ હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂ થશે. આ હરાજીનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. તે જ સમયે, લાઇવ સ્ટ્રીમિંગ Jio Cinema એપ્લિકેશન પર ઉપલબ્ધ રહેશે.


લાંબા સમય બાદ IPLમાં વાપસી કરી રહેલા મિચેલ સ્ટાર્કની આ ઓક્શનમાં ડિમાન્ડ રહેવાની છે. તેની સાથે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરનાર ન્યૂઝીલેન્ડના ઓપનર રચિન રવિન્દ્રને પણ સૌથી મોંઘા ભાવે ખરીદવામાં આવશે તેવી અટકળો છે. આ ખેલાડીઓ ઉપરાંત શાર્દુલ ઠાકુર, હર્ષલ પટેલ, ટ્રેવિસ હેડ, પેટ કમિન્સ, હેરી બ્રુક અને ગેરાલ્ડ કોએત્ઝી જેવા ખેલાડીઓ પર પણ ઘણા રૂપિયા ખર્ચવામાં આવશે.


આ હરાજી માટે સૌથી વધુ ફંડ ગુજરાત ટાઇટન્સ પાસે છે. આ ફ્રેન્ચાઈઝી પાસે કુલ 38.15 કરોડ રૂપિયા છે. લખનઉ સુપર જાયન્ટ્સ (13.15 કરોડ) પાસે સૌથી ઓછી રકમ બાકી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝી સૌથી વ્યસ્ત રહેશે, ફ્રેન્ચાઈઝીએ 12 ખેલાડીઓ પસંદ કરવાના છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button