ટોપ ન્યૂઝનેશનલસ્પેશિયલ ફિચર્સ

ચરણસિંહ ચૌધરી દેશના સૌથી મોટા ખેડૂત નેતા કઈ રીતે બન્યા? અભ્યાસથી લઈ રાજકીય સફર અહી જાણો

નવી દિલ્હી: આજે 9મી ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને (charansingh chaudhary Bharat Ratna) ભારત રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. PM મોદી એ તેને તેની સરકારનું સૌભાગ્ય ગણાવ્યું કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ જીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. તેઓએ જણાવ્યુ કે આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાન માટે આપવામાં આવી રહ્યું છે. તેમણે પોતાનું આખું જીવન દેશ માટે આપી દીધું છે. ખેડૂતોને અને તેમના પરિવારોને પોતાનું જીવન સમર્પિત કર્યું.

PM મોદીએ વધુમાં કહ્યું કે, તે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે હોય કે દેશના ગૃહપ્રધાન તરીકે કે પછી એક ધારાસભ્ય તરીકે, તેને હંમેશા રાષ્ટ્રનિર્માણની પ્રગતિના પોતાનું યોગદાન આપ્યું છે. તે ઈમરજન્સીના વિરોધમાં પણ અડગ રહ્યા હતા. આપણાં ખેડૂત ભાઈ-બહેનો માટે તેમનો સમર્પણ ભાવ અને ઇમરજન્સી દરમ્યાન લોકતંત્ર પ્રત્યેની તેમની પ્રતિબનાદ્ધતા સમગ્ર દેશને પ્રેરણા પૂરી પાડે છે. ચાલો આજે આપણે આ ખેડૂત નેતા એટલે કે “ભારતના ખેડૂતોના ચેંપિયન” વિશે જાણીએ…

ચરણ સિંહ ચૌધરીનો જન્મ 23 ડિસેમ્બર 1902ના રોજ થયો હતો. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના નૂરપુરમાં એક મધ્યમ વર્ગના ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ 28 જુલાઈ 1979 થી 14 જાન્યુઆરી 1980 સુધી ભારતના પાંચમા વડાપ્રધાન હતા. તેમના પિતા, મીર સિંહ, સ્વ-રોજગાર ધરાવતા ભાડૂત ખેડૂત હતા અને તેમની માતા નેત્રા કૌર હતી.

ચરણ સિંહે તેમનું શાળાકીય શિક્ષણ જાની ખુર્દ ગામમાં કર્યું હતું. તેમણે 1919માં સરકારી હાઈસ્કૂલમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું. 1923માં તેમણે આગરા કોલેજમાંથી બીએસસી અને 1925માં ઈતિહાસમાં MA પૂરું કર્યું. આ પછી તેણે ગાઝિયાબાદમાં નાગરિક કાયદાનો અભ્યાસ પણ કર્યો.

જો તેના રાજકીય સફરની વાત કરવામાં આવે તો વર્ષ 1929 માં, તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને પછી તેઓ હંમેશા રાજકારણમાં રહ્યા. ચૌધરી ચરણ સિંહે તેમનું આખું જીવન ભારતીયતા અને ગ્રામીણ વાતાવરણની ગરિમામાં વિતાવ્યું. ચૌધરી ચરણ સિંહે દેશની આઝાદીમાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. આ માટે તે ઘણી વખત જેલ પણ ભોગવી ચૂક્યા છે. આજે, ચૌધરી ચરણ સિંહનો જન્મદિવસ પણ ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

તેઓ સૌપ્રથમ 1937માં છપ્રૌલીથી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ચૂંટાયા હતા. ત્યારબાદ તેમણે 1946, 1952, 1962 અને 1967માં વિધાનસભામાં સતત તેમના મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું. ચૌધરી ચરણ સિંહ 1946 માં પંડિત ગોવિંદ બલ્લભ પંતની સરકારમાં સંસદીય સચિવ બન્યા અને મહેસૂલ, તબીબી અને જાહેર આરોગ્ય, ન્યાય, માહિતી સહિતના ઘણા વિભાગોમાં કામ કર્યું.

જૂન 1951માં તેમને રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને તેમને ન્યાય અને માહિતી વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો. 1952માં તેઓ ડૉ. સંપૂર્ણાનંદના મંત્રીમંડળમાં મહેસૂલ અને કૃષિ મંત્રી હતા. એપ્રિલ 1959માં તેમણે પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે તેઓ મહેસૂલ અને વાહનવ્યવહાર વિભાગનો હવાલો સંભાળી રહ્યા હતા.

તેઓ સી.બી. ગુપ્તાના મંત્રાલય (1960)માં ગૃહ અને કૃષિ પ્રધાન હતા. તે જ સમયે, તેઓ સુચેતા કૃપાલાનીના મંત્રાલયમાં કૃષિ અને વન મંત્રી (1962-63) હતા. તેમણે 1965માં કૃષિ વિભાગ છોડી દીધું અને 1966માં સ્થાનિક સ્વરાજ્ય વિભાગનો હવાલો સંભાળ્યો.

કોંગ્રેસ વિભાજન પછી, તેઓ કોંગ્રેસ પાર્ટીના સમર્થનથી ફેબ્રુઆરી 1970 માં બીજી વખત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા. જોકે, 2 ઓક્ટોબર 1970ના રોજ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. ચરણ સિંહે ઉત્તર પ્રદેશમાં વિવિધ ક્ષમતાઓમાં સેવા આપી હતી અને તેઓ એક કઠોર નેતા તરીકે જાણીતા હતા જેમણે વહીવટમાં બિનકાર્યક્ષમતા, ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચાર સહન કર્યો ન હતો.

જો વાત કરવામાં આવે કે કઈ રીતે તેઓ દેશમાં ખેડુ નેતા તરીકે સ્થાપિત થયા તો જણાવી દઈએ કે ભારતની આઝાદી પછી સૌથી મોટું કામ જે ખેડૂતોના હિતમાં થયું તે એ હતું કે ગરીબ ખેડૂતોને જમીનદારોના શોષણમાંથી મુક્ત કરીને જમીનદારો બનાવ્યા. તે પાછળ જો કોઈને શ્રેય જતો હોય તો માત્ર અને માત્ર ચૌધર ચરણ સિંહને જાય છે. તેમણે જમીન સુધારણા અને જમીનદારી નાબૂદીનો કાયદો બનાવીને આવું પ્રશંસનીય કાર્ય કર્યું હતું જેની માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રશંસા થાય છે.

1956 માં, ચૌધરી ચરણ સિંહની પ્રેરણાથી, જમીનદારી નાબૂદી કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ ખેડૂત તેની જમીનથી વંચિત રહેશે નહીં. જેની પાસે કોઈપણ સ્વરૂપમાં જમીનનો કબજો હશે, તે જમીન તેની રહેશે. તેમના નિર્ણયથી દેશના ગરીબ ખેડૂતોને ખેતી માટે પોતાની જમીન મળી ગઈ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત