ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

લાદેને અમેરિકાને લખેલા 21 વર્ષ જૂના પત્રનું ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે શું છે કનેક્શન?

વોશિંગ્ટન: ઈઝરાયલ-હમાસ વચ્ચે અનેક દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ ભીષણ યુદ્ધ વચ્ચે દુનિયાના સૌથી કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેને 21 વર્ષ પહેલા લખેલો એક પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આતંકવાદી જુથ અલ-કાઈદાના વડા ઓસામા બિન લાદેનનો પત્ર અમેરિકામાં 2001ના હુમલા પછી લખવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. આ પત્ર 9/11ના ભયાનક હુમલાઓને યોગ્ય ઠેરવવા માટે લખ્યો હોવાનો દાવો કર્યો હતો.

લાદેને લખેલા આ પત્રમાં લખ્યું છે કે પેલેસ્ટાઈન પર જુલમ કરનાર ઈઝરાયલીઓને અમારું સમર્થન છે. હાલમાં ચાલતા યુદ્ધમાં પણ અમેરિકાએ ઈઝરાયલનો પક્ષ લીધો છે. આ પત્રનો વાઇરલ થતાં નેટિઝન આ પત્રમાં લખેલી વસ્તુને ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધની પરિસ્થિતિ સાથે જોડી રહ્યા છે.
પેલેસ્ટાઈનને સ્વતંત્ર દેશનો દરજ્જો આપવા અંગે ઓસામાએ પત્રમાં લખ્યું હતું કે પેલેસ્ટાઈન દાયકાઓથી કબજા હેઠળ છે અને 11 સપ્ટેમ્બર પછી અમેરિકાના કોઈ પણ રાષ્ટ્રપતિએ આ વિશે વાત કરી નથી. ઓસામાએ પોતાના ‘અમેરિકન લોકોને લખેલા પત્ર’માં કહ્યું હતું કે ‘પેલેસ્ટાઈનના લોકોને બંદી બનાવીને રાખવામાં આવશે નહીં અને અમે તેની બેડીઓ તોડવાનો પ્રયાસ કરીશું. સાથે ચેતવણી આપી છે કે અમેરિકા ‘ઈસાઈઓના લોહીથી તેના ઘમંડની કિંમત ચૂકવવી પડશે.
ઓસામા બિન લાદેનને 2011માં અમેરિકી સેનાની સીલ ટીમે પાકિસ્તાનના અબોટાબાદમાં એક ઈમારત પર રાતે અચાનક કાર્યવાહી કરી તેને ઠાર માર્યો હતો. અમેરિકાના ધ ગાર્ડિયન અખબારની વેબસાઈટ પર 2002થી ઓસામા બિન લાદેનનો એક પત્ર પ્રકાશિત કરવામાં આવ્યો હતો પણ તેનો વીડિયો વાયરલ થયા બાદ તેને હટાવ્યો હતો.
ધ ગાર્ડિયન દ્વારા તેમની વેબસાઈટ પરથી પત્ર હટાવવાથી લોકોમાં ઓસામાના પત્ર અને વીડિયો વિશે વધુ જાણવામાં ઉત્સુકતા વધી ગઈ છે. ધ ગાર્ડિયને આ બાબતે જણાવ્યું હતું કે આ વેબપેજ પર અગાઉ પ્રકાશિત કરાયેલા દસ્તાવેજમાં ઓસામા બિન લાદેનના અમેરિકન લોકો માટે લખેલા પત્રનું ટ્રાન્સલેશન કરવામાં આવ્યું હતું.
આ પત્ર 24 નવેમ્બર 2002ના રોજ ઓબ્ઝર્વરના અહેવાલમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ દસ્તાવેજ તે જ દિવસે વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. પરંતુ તેને 15 નવેમ્બર 2023ના રોજ હટાવી દેવામાં આવ્યો હતો.
અમેરિકાના એક પત્રકારે ટ્વિટર પર લખ્યું કે ધ ગાર્ડિયન દ્વારા આ પત્રની કોપીને પોસ્ટ કરવામાં આવી હતી અને તે ફરી ટિકટોક પર વાઈરલ થઈ રહી છે. આ પત્રને ગાર્ડિયન દ્વારા હટાવ્યા બાદ આ મામલે મીડિયાને કંટ્રોલ કરવામાં આવી રહી છે. આ વિડિયો માત્ર ટિકટોક પર વાઇરલ થઈ રહ્યો છે પણ થોડા સમયમાં તે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાઇરલ થશે. આ પત્ર બે પાનનો છે. પત્રને પોસ્ટ કરી યુઝરે લખ્યું કે મને ખબર નથી કે આ પત્ર સાચો છે કે ખોટો પણ આને વાચીને હું મૂઝવણમાં મુકાઇ ગયો છું. આ વાઇરલ વિડિયો પર લોકો પોતાના જુદા જુદા મત રજૂ કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button