ટોપ ન્યૂઝનેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

Weather : બંગાળની ખાડીમાં ચક્રવાતની સંભાવનાના પગલે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું, આ રાજ્યો થશે પ્રભાવિત

નવી દિલ્હી : દેશમાં ચોમાસાના (Monsoon) આગમન પૂર્વે હવામાનમાં(Weather) ફેરફાર થવાની શક્યતા છે. જેમાં બંગાળની ખાડી પર હવાના નિમ્ન દબાણનો વિસ્તાર બનતો જોવા મળે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 22 મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર તેની આગાહી કરી છે.

ચોમાસાના આગમન પર અસર નહિ વર્તાય

એક અખબારના અહેવાલમાં આઈએમડીના હવામાનશાસ્ત્રના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાને ટાંકીને જણાવ્યું હતું કે, “નિમ્ન દબાણના વિસ્તાર ચોમાસાને આંદામાન સમુદ્ર અને અડીને આવેલા બંગાળની ખાડી પર આગળ વધવામાં મદદ કરશે. જો કે આનાથી કેરળમાં ચોમાસું આગળ વધશે. તેની શરૂઆત પર કોઈ અસર થશે નહીં. તેમણે કહ્યું કે આની અસર ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત અને તેની આસપાસના રાજ્યો પર પડશે.

ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું

આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી. કારણ કે મેને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે. જો ચક્રવાત રચાય છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી. કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહેશે.

સિસ્ટમ ધીમે ધીમે ચક્રવાતમાં ફેરવાય તેવી નોંધપાત્ર સંભાવનાઓ

જ્યારે સ્કાયમેટ વેધર સર્વિસીસના પ્રમુખ જીપી શર્માએ જણાવ્યું હતું કે સિસ્ટમમાં ચક્રવાત બનવાની સંભાવના વધારે છે. પરંતુ તે ચોમાસાની પ્રગતિને અવરોધે તેવી શક્યતા નથી. “બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે ચક્રવાતમાં ફેરવાય તેવી નોંધપાત્ર સંભાવનાઓ છે. જ્યારે તે રચાય છે, ત્યારે તે ચોમાસાની પ્રગતિને અવરોધે તેવી શક્યતા નથી, તેના બદલે તે તેની પ્રગતિમાં મદદ કરશે.

દક્ષિણ બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમ વિકસિત થશે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રોપિકલ મેટિરોલોજીના વરિષ્ઠ આબોહવા વિજ્ઞાની રોક્સી મેથ્યુ કોલે જણાવ્યું હતું કે, “આગામી સપ્તાહે દક્ષિણ બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમ ચોક્કસપણે વિકસિત થશે. દરિયાની સપાટીનું તાપમાન ખૂબ ગરમ છે. તેથી દરિયાની સ્થિતિ અનુકૂળ છે. મેડન-જુલિયન ઓસિલેશન ટૂંક સમયમાં ત્યાં પહોંચી રહ્યું છે. જેના કારણે પવન પણ અનુકૂળ થઈ રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button