ફિલ્મજગતની હસ્તીઓ બાદ હવે ક્રિકેટજગતમાં પણ પતિ-પત્ની વચ્ચેના વિખવાદોના સમાચારો વધતા જાય છે. યુવાન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને પત્ની ધનશ્રીના કડવા સંબંધોના અહેવાલો આવી જ રહ્યા છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન વિરેન્દ્ર સહેવાગના છુટ્ટાછેડાની ચર્ચાએ સૌને ચોંકાવી દીધા છે. બન્નેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કર્યા છે તેથી આ વાતે હવે જોર પકડ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરેન્દ્ર અને પત્ની આરતી અહલાવત 20 વર્ષના લગ્નજીવન બાદ છુટ્ટા થવાના છે. બન્ને થોડા સમયથી અલગ રહે છે અને તેમના લગ્નજીવનમાં ભંગાણ થવાની શક્યતા છે. તેમના વચ્ચેના મતભેદોના ખાસ કારણો જાણમાં આવ્યા નથી, પરંતુ ગઈ દિવાળીએ સહેવાગે તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર માતા અને સંતાનો સાથે સેલિબ્રેશનના ફોટા શેર કર્યા હતા જ્યારે પત્ની આરતી જોવા મળી ન હતી.
આ પણ વાંચો…ગુજરાતના સિદ્ધાર્થ દેસાઈએ નવ વિકેટ લઈને ઇતિહાસ રચ્યો, જશુ પટેલનો રેકૉર્ડ તોડ્યો
આરતી અહલાવત અને સહેવાગના લગ્ન એપ્રિલ 2004માં ભારે સુરક્ષા વચ્ચે થયા હતા. ભાજપના પૂર્વ નેતા અરૂણ જેટલીના નિવાસસ્થાને આ સમારોહ યોજાયો હતો. દંપતી 2007માં અને 2010માં એમ બે દીકરાના માતા-પિતા છે. મોટો દીકરો આર્યન અને નાનો દીકરો વેદાંત ક્યારેક સોશિયલ મીડિયા પર દેખાઈ જાય છે.
હવે તેમના અલગ થવાના સમાચારોએ સૌને આશ્ચર્ય સાથે શોકમાં પણ મૂક્યા છે. અગાઉ સંગીતકાર એ આર રહેમાને 29 વર્ષના લગ્નજીવન બાદ છુટાછેડા લીધા છે. જ્યારે હાર્દિક પટલે અને નતાશાના છુટાછેડાએ પણ ભારે ચર્ચા જગાવી હતી.