T20 World Cup 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

USA v/s CANADA In cricket: અમેરિકા-કૅનેડા ક્રિકેટના સૌથી જૂના બે હરીફ દેશ, 180 વર્ષે વર્લ્ડ કપની પ્રથમ મૅચ એ જ બે રાષ્ટ્ર વચ્ચે રમાઈ!

ડલાસ: ‘જેન્ટલમેન્સ ગેમ’ તરીકે ઓળખાતી ક્રિકેટની મહાન રમત રમાવાની શરૂઆત 16મી સદીમાં ઇંગ્લૅન્ડમાં ‘ચિલ્ડ્રન્સ ગેમ’ તરીકે થઈ હતી અને સમય જતાં એ જ દેશમાં ક્રિકેટ ઍમેટર તથા પ્રોફેશનલ સ્તરે રમાવાની શરૂ થઈ હતી. 18મી સદીમાં તથા 19મી સેન્ચુરીની શરૂઆતમાં બ્રિટિશરોની ક્લબો તથા કાઉન્ટીઓ વચ્ચે ક્રિકેટ રમાવાની શરૂઆત થઈ હતી, પરંતુ ઇતિહાસમાં જણાવાયું છે કે બે દેશ વચ્ચેની સૌથી પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચ 1844માં ટૉરન્ટોમાં અમેરિકા અને કૅનેડા વચ્ચે રમાઈ હતી જેમાં કૅનેડાનો વિજય થયો હતો. યોગાનુયોગ, 180 વર્ષ બાદ શનિવારે અમેરિકાના ડલાસમાં ટી20 વર્લ્ડ કપની સૌપ્રથમ મૅચ અમેરિકા અને કૅનેડા વચ્ચે રમાઈ હતી જેમાં અમેરિકાએ સાત વિકેટે જીત હાંસલ કરી હતી.
એક અહેવાલ મુજબ 1844માં યુએસએ અને કૅનેડા વચ્ચેની સૌપ્રથમ ઇન્ટરનૅશનલ ક્રિકેટ મૅચ ન્યૂ યૉર્કમાં રમાઈ હતી.

આઇસીસી દ્વારા તેમ જ ભરોસાપાત્ર ક્રિકેટલક્ષી વેબસાઇટોના રેકૉર્ડ મુજબ પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મૅચ 1877ની 15મી માર્ચે (અમેરિકા-કૅનેડાની પ્રથમ ઇન્ટરનૅશનલ મૅચના 33 વર્ષ બાદ) ઑસ્ટ્રેલિયાના ઐતિહાસિક સ્થળ મેલબર્નમાં ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. એમાં ઑસ્ટ્રેલિયાએ 45 રનથી વિજય મેળવ્યો હતો. ભારત પ્રથમ ટેસ્ટ 1932માં રમ્યું હતું.
સૌથી પહેલી ઇન્ટરનૅશનલ વન-ડે મૅચ 1971માં મેલબર્નમાં ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ હતી જેમાં પણ ઑસ્ટ્રેલિયાનો વિજય થયો હતો.

સૌપ્રથમ ટી-20 ઇન્ટરનૅશનલ મૅચ ઑકલૅન્ડમાં ન્યૂ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી જેમાં ઑસ્ટ્રેલિયાની જીત થઈ હતી.

એ રીતે, ત્રણેય ફૉર્મેટની સૌપ્રથમ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ વિજય માણ્યો હતો.

The first match of the T20 World Cup was played between America and Canada on Saturday.

શનિવારે ટી-20 વર્લ્ડ કપનો પહેલો મુકાબલો અમેરિકા-કૅનેડા વચ્ચે થયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો