ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

યુએસમાં જાહ્નવી કંડુલા મૃત્યું કેસમાં પોલીસકર્મીને નિર્દોષ જાહેર, ભારતે વાંધો ઉઠાવ્યો

સીએટલ: યુએસમાં ભારતીય વિદ્યાર્થી જ્હાન્વી કંડુલાના મૃત્યુ કેસમાં પોલીસ અધિકારીને આરોપમાંથી મુક્તિ આપવામાં આવી હતી, તેની સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. સિએટલમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસનું કહેવું છે કે તેમણે સ્થાનિક પ્રસાશન સાથે આ બાબતને ભારપૂર્વક ઉઠાવી છે.

23 જાન્યુઆરી, 2024ના રોજ, 23 વર્ષીય જ્હાન્વી કંડુલાને સિએટલમાં રોડ ક્રોસ કરતી વખતે પોલીસ અધિકારી કેવિન ડેવએ પેટ્રોલિંગ વાહન વડે ટક્કર મારી હતી. આ ટક્કરથી જ્હાન્વીનું મોત થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત સમયે કેવિન ડેવની કારની સ્પીડ 74 માઈલ પ્રતિ કલાક હતી. ટક્કર બાદ જ્હાન્વી 100 ફૂટ દૂર પડી હતી.
બુધવારે, કિંગ કાઉન્ટી પ્રોસિક્યુટર ઓફિસે કહ્યું હતું કે તેઓ કેવિન ડેવ સામે ફોજદારી આરોપો સાથે આગળ વધશે નહીં. કિંગ કાઉન્ટી પ્રોસિક્યુટીંગ એટર્ની લિસા મેનિયને કહ્યું, “કંડુલાનું મૃત્યુ હ્રદયદ્રાવક છે અને તેના કારણે કિંગ કાઉન્ટી અને સમગ્ર વિશ્વના સમુદાયોને અસર થઇ છે.”


સિએટલના પોલીસ ઓફિસર કેવિન ડેવ સામે કેસ ચલાવવાની અને ઉપલબ્ધ તમામ પુરાવાઓની સમીક્ષા કરવાની જવાબદારી કિંગ કાઉન્ટી પ્રોસિક્યુટિંગ એટર્ની ઓફિસની છે. સિએટલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે કહ્યું કે તે જ્હાન્વી અને તેના પરિવારને ન્યાય સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય સહાયતા આપવાનું ચાલુ રાખશે. તે આ કેસની તપાસ કરી રહેલા વકીલોના પણ સંપર્કમાં છે. અમે આ બાબતે સિએટલ પોલીસ સહિત અન્ય સ્થાનિક પ્રશાસન સાથે પણ વાત કરી છે.


આ કેસ હવે સમીક્ષા માટે સિએટલ સિટી એટર્ની ઓફિસમાં મોકલવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અમે સિએટલ પોલીસ તેની વહીવટી તપાસ પૂર્ણ કરે તેની રાહ જોઈ રહ્યા છીએ અને કેસની પ્રગતિ પર નજર રાખવાનું ચાલુ રાખીશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button