ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઈરાક-સીરિયામાં મોડી રાતે અમેરિકાની કાર્યવાહી, 85 ટાર્ગેટ પર જોરદાર હવાઈ હુમલા…….

જોર્ડનમાં થયેલા હુમલાના જવાબમાં અમેરિકાએ પોતાના ત્રણ નાગરિકોના મોતનો બદલો લેવા સીરિયા અને ઇરાકમાં 85 જગ્યાઓ પર બોમ્બમારો કર્યો હતો, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. યુએસ સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના યુદ્ધ વિમાનોએ ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ (આઈઆરજીસી)ના ઈરાક અને સીરિયામાં તેમનું સમર્થન કરનારી મિલિશિયાની 85 થી વધુ જગ્યાઓ પર જવાબી હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકી સેનાએ ખાસ કરીને ઈરાનની કુદ્સ ફોર્સને નિશાન બનાવી હતી. અમેરિકાના આ વળતા હુમલામાં લગભગ 18 ઈરાની આતંકવાદી માર્યા ગયા છે.

નોંધનીય છે કે જોર્ડનમાં થયેલા ઘાતક હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકો માર્યા ગયા અને 40થી વધુ લોકો ઘાયલ થયા. ત્યારબાદ અમેરિકી સેનાએ જવાબી હુમલાઓ કર્યા હતા. યુએસ સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હુમલામાં કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર્સ, રોકેટ, મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ સુવિધાઓ તેમજ લોજિસ્ટિક્સ અને દારૂગોળો સપ્લાય પર આ જવાબી હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં 85 થી વધુ જગ્યાઓને નિશાન બનાવવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર હુમલામાં લાંબા અંતરના બોમ્બરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


મધ્ય પૂર્વમાં અમેરિકી સૈન્યના હવાઈ હુમલા વિશે એક નિવેદનમાં રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે ગયા રવિવારે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) સમર્થિત આતંકવાદી જૂથ દ્વારા જોર્ડનમાં ડ્રોન દ્વારા કરાયેલા હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. આજે એરફોર્સ બેઝ પર આ બહાદુર અમેરિકનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને મેં તે સૈનિકોના પરિવાર સાથે વાત કરી છે.

આ ઉપરાંત જો બાઈડને કહ્યું હતું કે અમેરિકા મિડલ ઈસ્ટ કે પછી દુનિયામાં કોઈ પણ યુદ્ધ નથી ઈચ્છતુ પરંતુ જે લોકો અમને નુકસાન પહોંચાડવા ઈચ્છે છે તેમને તે જાણવું જરૂરી છે કે જો તમે કોઈ પણ અમેરિકનને નુકસાન પહોંચાડશો તો અમે તેનો જવાબ આપીશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button