ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Video: 65 યુક્રેનિયન યુદ્ધ કેદીઓને લઇ જઈ રહેલું રશિયન પ્લેન ક્રેશ

યુક્રેનિયન પ્રિઝનર્સ ઑફ વૉર (POWs) ને લઈને જઈ રહેલું રશિયન હેવી લિફ્ટ મિલેટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ IL-76 રશિયાના બેલ્ગોરોડ પ્રદેશમાં ક્રેશ થયું હતું, આ પ્રદેશ યુક્રેનની બોર્ડર પર આવેલો છે. પરાસ્પદ યુદ્ધ કેદીઓના એક્ષચેન્જ માટે યુક્રેનિયન યુદ્ધ કેદીઓને લઇ જવમાં આવી રહ્યા હતા.

વિમાન ક્રેશ થવાની ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાન ઝડપથી નીચે આવી રહ્યું છે. વીડિયો જોઈને સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે પાઈલટે પ્લેન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું. વિમાન તેની જમણી પાંખ તરફ નમીને જમીન પર ખાબક્યું હતું અને તરત જ આગ ભભૂકી ઉઠી હતી.


રશિયાના સંરક્ષણ મંત્રાલએ જણાવ્યું હતું કે, “વિમાનમાં 65 પકડાયેલા યુક્રેનિયન સૈનિકોને લઈ જવામાં આવ્યા હતા જેમને બેલગ્રાડ ક્ષેત્રમાં એક્સચેન્જ માટે લઈ જવામાં આવી રહ્યા હતા… પ્લેનમાં છ ક્રૂ મેમ્બર્સ અને ત્રણ એસ્કોર્ટ્સ પણ સવાર હતા.”

યુક્રેનના સ્થાનિકના અહેવાલ મુજબ યુક્રેનિયન સંરક્ષણ દળોએ વિમાનને તોડી પાડ્યું કારણ કે તે S-300 સર્ફેસ-એર ડિફેન્સ પ્રણાલી માટે મિસાઇલો લઇ જઈ રહ્યું હતું અને તેમાં યુદ્ધ કેદીઓ ન હતા. રશિયાની સંસદના સ્પીકર, વ્યાચેસ્લાવ વોલોડિને યુક્રેન પર પર યુદ્ધના કેદીઓને લઈ જતા વિમાન પર ગોળીબાર કરવાનો આરોપ મૂક્યો છે.
વોલોડિને કહ્યું કે “તેઓએ તેમના પોતાના સૈનિકોને મારી નાખ્યા. માનવતાવાદી મિશન ચલાવી રહેલા આપણા પાઇલોટ્સને પણ મારી નાખ્યા.” તપાસ ટીમ અને ઈમરજન્સી સેવાઓ સ્થળ પર કામ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button