ટ્રમ્પે Trade War શરુ કરી! કેનેડા, મેક્સિકો અને ચીન પર આટલા ટકા Tariff ઝીંક્યો
વોશીંગ્ટન ડી સી: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લઇ રહ્યા છે, ખાસ કરીને આયાતો પર ટેરિફ લગાવવા બબાતે ‘ટ્રેડ વોર’ શરુ થવાનું શક્યતા છે. એવામાં, શનિવારે ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી યુએસમાં થતી આયાત પર 25% તથા ચીનથી થતી આયાત પર 10% ટેરિફ લાદવાનો આદેશ આપીને ખળભળાટ મચાવી (Trump imposed tariff on China, Mexico and Canada) દીધો છે. આ નિર્ણયથી યુએસ સાથે થતા વાર્ષિક $2.1 ટ્રિલિયનના વેપાર પર અસર પડી શકે છે. હવે અન્ય દેશો પર પણ ટેરિફ લગાવવામાં આવે તેવો ડર છે.
કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ મંગળવારથી લાગુ થશે. ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ નેશનલ ઈમરજન્સીની જાહેર કરી, આ કાયદા હેઠળ રાષ્ટ્રપતિને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિણર્યો લેવાની વિશેષ સત્તા મળે છે.
નોંધનીય છે કે ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન ટેરિફ લાગવવા બાબતે વચન આપ્યું હતું. જોકે, આનાથી અમેરિકન ગ્રાહકો માટે આયાતી વસ્તુઓની કિંમતો વધી શકે છે.
ટ્રમ્પે નિર્ણય કેમ લીધો?
ટ્રમ્પના કહેવા મુજબ આ પગલું ગેરકાયદેસર ઇમિગ્રેશન અને ફેન્ટાનાઇલ (એક પ્રકારનું ડ્રગ) ઉત્પાદનમાં વપરાતા રસાયણોની દાણચોરી રોકવા માટે ભરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ આદેશનો હેતુ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો અને આવક વધારવાનો પણ છે.
વ્હાઇટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું હતું કે કેનેડાથી આયાત થાત એનર્જી પર 10% ટેરિફ લાગશે, જ્યારે મેક્સિકોથી થતી એનર્જી સંપૂર્ણ 25% ટેરિફ લાગશે. વધુમાં, કેનેડામાં $800 થી ઓછી કિંમતના નાના શિપમેન્ટ માટે “de minimis” યુએસ ડ્યુટી છૂટ રદ કરવામાં આવશે.
આ પણ વાંચો : Washington DC Airplane Crash અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન; પોટોમેક નદી પાસે ખાબક્યું પ્લેન
વ્હાઇટ હાઉસે એમ પણ કહ્યું કે જો આ દેશો અમેરિકા સામે બદલો લેશે તો આ આદેશમાં ટેરિફમાં વધારો કરવાની જોગવાઈ છે.
ચીનનો ઉલ્લેખ કરતા વ્હાઇટ હાઉસે કહ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચીનથી થતી આયાત પર 10% ટેરિફ લાદી રહ્યા છે. ફેન્ટાનાઇલ સમસ્યા સામે ચીન સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ ન મળે ત્યાં સુધી આ ટેરિફ ચાલુ રહેશે.” ચીન ફેન્ટાનાઇલ ઈમરજન્સીમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે, આ ડ્રગ અમેરિકન લોકોના જીવનને બરબાદ કરી રહ્યું છે.”