શપથ ગ્રહણ પહેલા સંકટમાં ટ્રમ્પ, હશ મની કેસમાં થશે સજા તો…..
રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પને યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના 10 દિવસ પહેલા, 10 જાન્યુઆરીએ ન્યૂયોર્કમાં સજા સંભળાવવામાં આવશે. ન્યૂ યોર્કના જજ જુઆન મર્ચને આદેશ આપ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પને 10 જાન્યુઆરીએ હશ મની ક્રિમિનલ કેસમાં સજા સંભળાવવામાં આવશે. આ આદેશને કારણે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે.
ન્યૂયોર્કના ન્યાયાધીશ જુઆન માર્ચેને એવો સંકેત આપ્યો છે કે તેઓ ટ્રમ્પને જેલની સજા અથવા દંડ નહીં આપે, પરંતુ તેમને ‘શરતી મુક્તિ’ આપશે. તેઓ ટ્રમ્પને એવી સજા આપશે જે બિનશરતી મુક્તિને મંજૂરી આપશે. આમાં અપરાધ તો સાબિત થાય છે પરંતુ જેલ કે દંડ વિના કેસ બંધ કરી દેવામાં આવે છે. તેમણે પોતાના આદેશમાં એમ પણ લખ્યું છે કે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રૂબરૂ અથવા વર્ચ્યુઅલ રીતે સુનાવણી માટે હાજર રહી શકે છે. આનો અર્થ એ થયો કે ટ્રમ્પને તેમના રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણના 10 દિવસ પહેલા કોર્ટની સુનાવણીમાં હાજર રહેવું પડશે, જે અમેરિકાના ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના છે, કારણ કે ટ્રમ્પ પહેલા અમેરિકાના ભૂતપૂર્વ કે વર્તમાન રાષ્ટ્રપતિ પર કોઈ ગુનાનો આરોપ લગાવવામાં આવ્યો નથી કે તેમને દોષી ઠેરવવામાં આવ્યો નથી.
જોકે, હશ મની કેસમાં ટ્રમ્પે પોર્ન સ્ટાર્સને પૈસા આપવાના આરોપોને ફગાવી દીધા હતા અને તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. તેમણે આ કેસને તાત્કાલિક બરતરફ કરવાની માગણી કરી હતી, પરંતુ જજ જુઆન માર્ચેને જણાવ્યું હતું કે આ કેસનો નિવેડો તો લાવવો જ પડશે તો જ ન્યાયના હિતોનું રક્ષણ થશે. તેઓ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે આ બાબત ટ્રમ્પ સરકાર પર અસર ન કરે.
આ પણ વાંચો…ગાઝામાં ઇઝરાયલી હુમલામાં ૫૦ નાં મોતઃ નેતન્યાહૂએ મંત્રણા માટે પ્રતિનિધિમંડળને આપી મંજૂરી…
હશ મની કેસ શુ છે?
સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે હશ મની શું છે. હશ મની એ એવી વ્યવસ્થા છે જેમાં એક વ્યક્તિ અથવા પક્ષ બીજા વ્યક્તિ અથવા પક્ષને પૈસા અથવા અન્ય પ્રલોભન આપે છે જેથી તે વ્યક્તિને કોઈ શરમજનક વર્તન અથવા ક્રિયા વિશે ચૂપ રહે. ડોનલ્ડ ટ્રમ્પે 2006માં પોર્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ડેટ કરી હતી. સ્ટોર્મી ડેનિયલ્સ આ ઘટનાને સાર્વજનિક કરવાની ધમકી આપી રહી હતી, ત્યારબાદ ટ્રમ્પે તેને ગુપ્ત રીતે પૈસા ચૂકવ્યા હતા. ટ્રમ્પને ડેનિયલ્સને 130,000 ડોલર્સની ચૂકવણી છુપાવવા માટે ખોટા બિઝનેસ રેકોર્ડ્સ માટે દોષી ઠેરવવામાં આવ્યા છે.
ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025ના રોજ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.