ટોપ ન્યૂઝનેશનલશેર બજાર

શેરબજારમાં મોટું ધોવાણ; SENSEX અને NIFTY માં કડાકો, ટ્રમ્પના નિર્ણયની અસર…

મુંબઈ: શનિવારે બજેટ રજુ થયા બાદ આજે સોમવારે શેરબજારમાં મોટો કડાકો (Indian stock market) નોંધાયો છે. ભારતીય શેરબજારમાં શરૂઆતના કારોબારમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE SENSEX) 678.01 પોઈન્ટ તૂટીને 76,827.95 પોઈન્ટ પર પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી (NSE NIFTY) 207.90 પોઈન્ટ ઘટીને 23,274.25 પોઈન્ટ પર પહોંચ્યો. ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ઝોમેટો, ઇન્ડસઇન્ડ બેંકના શેરોમાં મોટો ઘટાડો નોંધાયો છે.

Also read : 2024માં કોલસા ક્ષેત્રે હાંસલ કરી સિદ્ધિ; ઉત્પાદન અને ડિસ્પેચ વિક્રમી સપાટીએ

ટ્રમ્પના નિર્ણયની અસર:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ વધારવાની જાહેરાત કારમાં આવ્યા બાદ ટ્રેડ વોર શરુ થઈ ગઈ છે. વળતી કાર્યવાહી કરતા આ દેશોએ પણ અમેરિકન પ્રોડક્ટ્સ પર ટેરિફ લગાવ્યો છે. જેને કારણે વિશ્વભરના બજારોમાં ઘટાડો નોંધાયો છે. આજે એશિયાના મુખ્ય શેરબજારોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

એશિયન બજાર ઘટાડા સાથે ખુલ્યા:
આજે જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 2.27 ટકાથી વધુ તુટ્યો, જ્યારે હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સમાં 2.07 ટકાનો ઘટાડો થયો હતો. તાઇવાનના ઇન્ડેક્સમાં 3.74 ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો.

Also read : જાણો… રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેમ વધારી રહી છે Gold ની ખરીદી

યુએસ સરકારે કેનેડા અને મેક્સિકોથી થતી આયાત પર 25 ટકા અને ચીનથી થતી આયાત પર 10 ટકા ટેરિફની જાહેરાત કરી છે, આ ટેરીફ મંગળવારથી અમલમાં આવશે. આ જાહેરાતથી રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button