ટોપ ન્યૂઝનેશનલ

Train Accident: પશ્ચિમ બંગાળમાં અકસ્માતના પગલે રેલવેએ જાહેર કર્યા હેલ્પલાઇન નંબર, રેલવે મંત્રી દાર્જીલિંગ જવા રવાના

જલપાઇગુડી : પશ્ચિમ બંગાળમાં સોમવારે સવારે એક મોટો ટ્રેન અકસ્માત(Train Accident)થયો હતો. જ્યાં પાટા પર ઉભેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી માલગાડીએ જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ટ્રેનના લોકો પાયલટ સહિત 5 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે.
ન્યૂ જલપાઈગુડીથી સિયાલદહ જઈ રહેલી કંચનજંગા એક્સપ્રેસ સિલીગુડીને ક્રોસ કર્યા બાદ રંગપાની સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં ટ્રેનની પાછળની ત્રણ બોગી જેમાં બે પેસેન્જર બોગી અને એક પાર્સલ બોગીનો સમાવેશ થાય છે.

રેલવેએ મુસાફરો અને તેમના પરિવારો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર

આ ઘટના સ્થળની આસપાસની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. દુર્ઘટના અંગે રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કન્ટેનર ટ્રેન સિગ્નલની બહાર જઈને કંચનજંગા ટ્રેનના પાછળના ભાગ સાથે અથડાઈ હતી. બચાવ અને રાહત કામગીરી માટે NDRF,વિભાગીય ટીમ અને 15 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રેલ્વે મંત્રી વોર રૂમમાંથી ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે. દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને, રેલવેએ મુસાફરો અને તેમના પરિવારો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે.

અશ્વિની વૈષ્ણવ ઘટના સ્થળે જવા માટે રવાના

આ ઉપરાંત ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટના સ્થળે જવા માટે રવાના થયા છે. તેમજ આ દુર્ઘટના અને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમજ આ અંગે તપાસના પણ આદેશ આપ્યા છે.

ફસાયેલા મુસાફરોને બચાવવા બસો રવાના

આ ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને ઉત્તર બંગાળ નેશનલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NBSTC)ના અધ્યક્ષ પાર્થ પ્રતિમ રોયે કંચનજંગા એક્સપ્રેસમાં ફસાયેલા મુસાફરોને બચાવવા માટે બસ મોકલી છે. તેમણે માહિતી આપી હતી કે “સિયાલદાહ જતી કંચનજંગા એક્સપ્રેસમાં ફસાયેલા મુસાફરોને બચાવવા માટે ઉત્તર બંગાળ નેશનલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની 10 બસો અકસ્માત સ્થળ તરફ રવાના થઈ ગઈ છે. આ ઉપરાંત સિલીગુડી-કોલકાતા માટે સિલિગુડી તેનઝિંગ નોર્ગે બસ ટર્મિનલથી વધારાની બસ સેવા આજે બપોરથી શરૂ થશે.

ઘટના અંગે સિયાલદાહ માટે હેલ્પલાઇન નંબરો
033-23508794
033-23833326

ગુવાહાટી માટે જાહેર કરાયેલ હેલ્પલાઇન નંબર
03612731621
03612731622
03612731623

લમડિંગ માટે જાહેર કરાયેલ હેલ્પલાઇન નંબર
03674263958
03674263831
03674263120
03674263126
03674263858

કટિહાર માટે હેલ્પલાઇન નંબર
6287801805
09002041952
9771441956

ન્યૂ જલપાઈગુડી માટે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર
+916287801758
હાવડા માટે જાહેર કરાયેલ હેલ્પલાઇન નંબર
03326413660
03326402242
03326402243

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા… Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ…