BREAKING: Rajkot Game Zone અગ્નિકાંડમાં 32 લોકોના મોત, સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચ્યા
અમદાવાદ : ગુજરાતના રાજકોટમાં(Rajkot) TRP મોલના ગેમ ઝોનમાં(Game Zone) શનિવારે સાંજે આગ(Fire) લાગવાની ઘટના ઘટી છે. આ ઘટનામાં હાલના આંકડા પ્રમાણે અનેક બાળકો સહિત કુલ 32 લોકોના મૃત્યુ થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. હજુ આ આંકડો પણ વધી શકે તેમ છે. જો કે આ ઘટનાના પગલે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી મોડી રાત્રે રાજકોટ પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે રાજકોટ પહોંચ્યા છે અને ઘટના સ્થળની મુલાકાત લીધી છે.
Read More: રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ, 9 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા
બચાવ કામગીરી વગેરેની માહિતી મેળવી
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ TRP ગેમિંગ ઝોન, દરબાર ચૌક, નાના મૌવા ખાતે આવેલા ઘટનાસ્થળની મુલાકાત લઈ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ, નાયબ મ્યુનસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે, ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર સહિતના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી દુર્ઘટના અંગેના કારણો, તંત્ર દ્વારા કરવામાં આવેલી બચાવ કામગીરી વગેરેની માહિતી મેળવી હતી.
તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે સૂચના
રાજકોટમાં લાગેલી ભયાનક આગ મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરી સંવેદન વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે ‘રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે.’
Read More: રાજકોટના TRP ગેમ ઝોનમાં મોતનું તાંડવ, 25થી વધુ લોકો જીવતા ભૂંજાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા
યુવરાજસિંહ સોલંકી તથા ગેમ ઝોનના મેનેજર નિતિન જૈનની શહેર ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી
રાજકોટના TRP ગેમ ઝોનના માલિકો પૈકીના યુવરાજસિંહ સોલંકી તથા ગેમ ઝોનના મેનેજર નિતિન જૈનની શહેર ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે, રાજકોટમાં બનેલી દુર્ઘટનાથી ગુજરાત સરકાર સતત ચિંતિત છે અને દુર્ઘટના અંગે રાજયસ્તરની સીટની રચના કરશે. ગુજરાત સરકાર રાજ્યના ચારથી પાંચ સિનિયર પોલીસ અધિકારીઓની સીટની રચનાની કરવામાં આવી છે. તેમજ સીટના સભ્યો ગત મોડી રાત્રે જ રાજકોટ પહોંચ્યા હતા.