નવી દિલ્હી: ચેન્નઈમાં રાજભવન સામે બોમ્બ ફેંકવાના કિસ્સામાં હવે તેની તપાસ રાષ્ટ્રીય એજન્સીને સોંપી છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) 25 ઓક્ટોબરે ચેન્નઈમાં રાજભવનની સામે મોલોટોવ કોકટેલ (પેટ્રોલ બોમ્બ) ફેંકવાના કેસની તપાસ કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર NIAએ તપાસ શરૂ કરતા પહેલા કેસ નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. શંકાસ્પદ ‘કરુક્કા’ વિનોથે પોલીસ બેરિકેડને નુકસાન પહોંચાડતા રાજભવનની સામે બે પેટ્રોલ બોમ્બ (મોલોટોવ કોકટેલ) ફેંક્યા હતા. આ કેસમાં ચેન્નઈ પોલીસ જે ઘટનાસ્થળની નજીકથી શંકાસ્પદની ધરપકડ કરી હતી.
ચેન્નઈ પોલીસના જણાવ્યા અનુસાર 47 વર્ષીય ‘કરુક્કા’ એક રીઢો ગુનેગાર છે. તે અગાઉ પણ અનેક કેસમાં આરોપી હતો. તે 12 ઓગસ્ટ 2015ના રોજ ટેનામ્પેટ પોલીસ સ્ટેશન પર મોલોટોવ કોકટેલ હુમલા અને 13 જુલાઈ 2017ના રોજ તસ્મેક એલિટ શોપ પરના હુમલામાં સામેલ હતો.
પોલીસે તેની ગુનાહિત પ્રવૃત્તિ બદલ અટકાયત કરી હતી.
ચેન્નઈ પોલીસના જણાવ્યા અનુસાર રાજભવનની સામે પેટ્રોલ બોમ્બ ફેંકવાના કેસમાં ‘કરુક્કા’ વિનોત એકમાત્ર આરોપી છે. સીસીટીવી ફૂટેજ પ્રમાણે તે ચાર મોલોટોવ કોકટેલ સાથે ટેનામ્પેટથી રાજભવન સુધી એકલો ગયો હતો. પોલીસને પોતાની તરફ આવતી જોઈને તેણે બે પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. એક બોમ્બ સરદાર પટેલ રોડ પર અને બીજો બોમ્બ મુખ્ય પ્રવેશદ્વાર સામે ફેંકવામાં આવ્યો હતો. આ અંગે હવે એએનઆઈ વિગતવાર તપાસ કરશે.
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે