નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારે આજે નવી વિક્રમી ઊંચી સપાટી નોંધાવી છે. સેન્સેકસે ખુલતા સત્રમાં જ ૭૫૦૦૦ પોઇન્ટની સપાટી વટાવી નાખી હતી, જ્યારે નિફ્ટી ૨૨,૮૦૦ની નજીક પહોંચ્યો હતો. જોકે ઊંચે મથાળે વેચવાલી આવતા બંને ઇન્ડેક્સ નીચા સ્તરે લપસ્યા છે.
રોકાણકારોએ ઊંચા સ્તરે નફો બુક કર્યો હોવાથી સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો રેડ ઝોનમાં સરકી ગયા છે. પ્રારંભિક કામકાજ દરમિયાન નિફ્ટી50 ઇન્ડેક્સ તેની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે વૈશ્વિક બજારોના મજબૂત સંકેતો સાથે બજાજ ટ્વિન્સમાં મજબૂત લેવાલી નીકળવાથી દલાલ સ્ટ્રીટ પર સેન્ટિમેન્ટ્સને ટેકો મળ્યો હતો, જ્યારે આ તરફ ઇન્ડેક્સ હેવીવેઇટ RIL, HDFC, એરટેલ જેવા શેર અને બેન્ક શેરોમાં વેચવાલીનું દબાણ આવવાથી બેન્ચમાર્ક નીચા સ્તરે ગબડવા લાગ્યા હતા.
કોર્પોરેટ હલચલમા, આજે મુખ્ય કંપનીઓમાં બ્રિટાનિયા, ટાઇટનના ત્રિમાસિક પરિણામ જાહેર થશે.
આરબીઆઇ તરફથી રાહત મળવાના સમાચારે લેવાલી નીકળતા બજાજ ટ્વિન્સમાં સાત ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.
માર્કેટ એક્સપર્ટ અનુસાર ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના વ્યાજદર અંગેના આશ્વાસનભર્યા વલણને કારણે નિફ્ટી તાજેતરની મંદીને પગલે પુનરુત્થાનના સંકેતો દર્શાવે છે. સકારાત્મક સૂચકાંકોમાં FII અને DII બંને તરફથી વધેલી ખરીદીની પ્રવૃત્તિની અસરનો સમાવેશ થાય છે. ઉપરાંત ડબલ્યુટીઆઈ ઓઇલના બેરલ દીઠ $81ની નીચેનો ઘટાડો થયો છે. બજાજ ફાઇનાન્સના ઇકોમ પરના નિયંત્રણો દૂર કરવાથી માર્કેટ સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. રોકાણકારો એપ્રિલ માટે યુએસ જોબ રિપોર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ઈન્ડિયા ઈન્ક તરફથી ચોથા ક્વાર્ટરના ત્રિમાસિક કોર્પોરેટ કમાણી પર નજર રાખી રહ્યા છે.
Taboola Feed