ટોપ ન્યૂઝનેશનલ

કર્તવ્ય પથ પર જોવા મળશે મહિલા વૈજ્ઞાનિકોનો દબદબો, Agni-5 જેવી મિસાઇલ્સની ઝાંખીનું થશે પ્રદર્શન

Republic Day Paradeમાં DRDOમાં કાર્યરત નારીશક્તિનું આગવું કૌશલ્ય જોવા મળશે. આ વખતે પરેડમાં Agni-5 જેવી ખતરનાક મિસાઇલ્સ, ફાઇટર જેટ, કમાન્ડ કંટ્રોલ સિસ્ટમ જેવી મહત્વપૂર્ણ શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવશે. આ વખતની DRDOની ઝાંખી પૃથ્વી, વાયુ, સમુદ્ર, સાયબર અને અંતરિક્ષ આ પાંચ ક્ષેત્રોમાં રાષ્ટ્રસુરક્ષા મુદ્દે મહિલાઓનું યોગદાન આ વિષય પર રજૂ થવાની છે.

ઝાંખીમાં મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, એન્ટી સેટેલાઇટ મિસાઇલ, Agni-5 મિસાઇલ, એન્ટી સેટેલાઇટ વેપન-આ મિસાઇલ્સ દેશની સુરક્ષા માટે અતિ મહત્વની છે. એન્ટી સેટેલાઇટ મિસાઇલ્સ એન્ટી સેટેલાઇટ ટેકનીક અને સ્ટ્રાઇક ક્ષમતા માટે ખૂબ વખણાય છે. Agni-5 મિસાઇલ્સ એક પ્રકારની બેલેસ્ટિક મિસાઇલ્સ છે જેમાં લક્ષ્યવેધ કરવા માટે 100 ટકા સક્ષમતા ધરાવે છે.

LCA Tejas સંપૂર્ણ સ્વદેશી વિમાન છે જે હલકા વજનવાળું મલ્ટીરોલ ચોથી પેઢીનું લડાયક વિમાન છે. તે ચોક્કસ લક્ષ્ય ભેદવા માટે બોમ્બ અને આધુનિક મિસાઇલ્સ લઇ જઇ શકે છે. તો NASM-SR પહેલી સ્વદેશી એર લોન્ચ થવા જઇ રહેલી એન્ટી શિપ મિસાઇલ પ્રણાલી છે. VSHORDS એક મેન્સ પોર્ટેબલ એર ડિફેન્સ સીસ્ટમ છે જે મહત્તમ ઉંચાઇ પર હવાઇ જોખમો સામે મુકાબલો કરી શકે છે. તે હિટ મોડની જેમ ટોપ એટેકમાં પણ લક્ષ્ય પર હુમલો કરી શકે છે. કોઇપણ ઋતુમાં તે દિવસ રાત આક્રમણ કરવાની ક્ષમતા ધરાવે છે.

QRSM પણ આ જ રીતે તમામ ઋતુમાં ઉપયોગી બને તેવી ટેકનોલોજી ધરાવે છે. જે યુદ્ધ ક્ષેત્રમાં ભારતીય સેનાની મશીનકૃત સંપત્તિઓને ગતિશીલ વાયુ રક્ષા કવર આપે છે. ASTRA હવામાં પ્રહાર કરનારી એક અત્યાધુનિક મિસાઇલ છે જે સુપરસોનિક હવાઇ લક્ષ્યોને ભેદવા માટે અને તેને નષ્ટ કરવા માટે સક્ષમ છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker