નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં વર્ષ 2023માં આવેલા પૂર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ક્લાયમેટ ચેન્જ, મેદાનો પર ગેરકાયદે બાંધકામ અને ગ્રીન કવરને હટાવવાથી હિમાલય ક્ષેત્રમાં આપત્તિઓનું જોખમ વધી રહ્યું છે.
પશ્ચિમી વિક્ષેપ અને દક્ષિણ પશ્ચિમ ચોમાસાના દુર્લભ સંગમના પરિણામે મૂશળધાર વરસાદ જૂલાઇ અને ઓગસ્ટમાં ઉત્તર ભારતમાં વ્યાપક પૂર અને ભૂસ્ખલનનું કારણ બને છે. ધોધમાર વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં ઘણી નદીઓ પોતાની સામાન્ય સીમાથી આગળ વધી રહી છે. જેના કારણે 12 જિલ્લાઓમાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં વિનાશ સર્જાયો હતો.
રાજ્યમાં 5,748 ભૂસ્ખલન, 45 વાદળ ફાટવું (એક કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ), અને 83 પૂર જેવી પરિસ્થિતિનો અનુભવ થયો હતો. આ આફતના કારણે 22,879 ઘરને સીધી અસર કરી હતી અને લગભગ 500 લોકોના જીવ લીધા હતા અને તેમાં 8,665 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, એમ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું હતું.
જુલાઇ 7-11 2023 દરમિયાન હિમાચલ પ્રદેશમાં 223 મીમી વરસાદ નોંધાયો હતો, જે આ સમયગાળા દરમિયાન 41.6 મીમીના સામાન્ય કરતાં આશ્ચર્યજનક 436 ટકા વધારે છે. ચોમાસાની મોસમ (જૂન-સપ્ટેમ્બર) દરમિયાન રાજ્યમાં સરેરાશ 734.4 મીમી વરસાદ પડે છે.
પોતાના રિપોર્ટમાં એનડીએમએ કહ્યું હતું કે અનિયંત્રિત વિકાસ હિમાલય પ્રદેશની નબળાઈમાં વધારો કરે છે. આનાથી પર્યાવરણીય અને માળખાકીય પડકારો સર્જાયા છે, જે પ્રદેશમાં આપત્તિના જોખમોને વધારે છે. શહેરીકરણ અને પર્યટનના કારણે ઝડપી બાંધકામ પ્રવૃત્તિઓ વધી છે. ઘણીવાર આ બાંધકામોમાં જરૂરી દિશનાનિર્દેશોનું પાલન કરવામાં આવતું નથી પરિણામે આવી સ્થિતિ સર્જાય છે.
એનડીએમએ નોંધ્યું હતું કે પ્રવાસન અને વધતી જતી વસ્તીને કારણે નદીના કિનારો અને ખીણોની આસપાસ વસ્તીમાં વધારો અચાનક પૂર દરમિયાન ઘણા લોકોને સીધા જોખમમાં મૂકે છે.
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો
Discover the unique architectural and cultural themes of all 12 stations along the Mumbai-Ahmedabad Bullet Train route.