શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં લશ્કરની ટ્રક પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આર્મીની બે ટ્રક પર આતંકવાદી હુમલામાં ત્રણ જવાન શહીદ અને ત્રણ જવાન ઘાયલ થયા છે.હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આર્મીના જવાનોને લઈ જનારી ટ્રક પર આતંકવાદીઓ ટાર્ગેટ રાખીને હુમલો કર્યો હતો. આ બનાવ થાનામંડી-સૂરનકોટ રોડ ખાતેના સાવની વિસ્તારમાં લશ્કરની ટ્રક પર હુમલો કર્યો હતો. આ મુદ્દે લશ્કરના અધિકારીએ કહ્યું હતું કે આ ટ્રકમાં જવાનોને લઈ જવામાં આવી રહ્યા હતા, જ્યાં બુફલિયાજમાં આતંકવાદીઓનું સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ મુદ્દે આર્મીના પ્રવક્તાએ કહ્યું હતું કે હાલના તબક્કે સર્ચ અભિયાન ચાલી રહ્યું છે, જ્યારે ફાયરિંગની ઘટના પછી વિસ્તારમાં લશ્કરનો કાફલો ખડકવામાં આવ્યો છે. આ ઉપરાંત, આસપાસના વિસ્તારો અને હાઈવેને હાઈ એલર્ટ જાહેર કરાયું છે.
ગયા મહિના દરમિયાન રાજૌરીમાં આતંકવાદીઓ વિરુદ્ધના ઓપરેશનમાં આર્મીના જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે કેપ્ટનમાંથી એક શહીદ થયા હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે એપ્રિલ અને મે મહિના દરમિયાન રાજૌરી-પૂંચ વિસ્તારમાં બેવડા હુમલા કરવામાં આવ્યો હતો, જેમાં દસ જવાન શહીદ થયા હતા.
વર્ષ 2003થી 2021ની વચ્ચે આતંકવાદી હુમલાનું એકંદરે ઘટ્યું હતું. આમ છતાં છેલ્લા બે વર્ષ દરમિયાન આતંકવાદી વિરોધી અભિયાનમાં 35થી વધુ જવાન શહીદ થયા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને