Telangana Election Result: કોંગ્રેસે તેલંગાણામાં બહુમતીનો આંકડો પાર કર્યો, ભાજપને પણ ફાયદો
તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામોના પ્રારંભિક ટ્રેન્ડ આવી રહ્યા છે. અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે કોંગ્રેસ 63 સીટો પર આગળ છે, બીઆરએસ 46 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ માત્ર 5 સીટો પર આગળ છે. 5 બેઠકો પર અપક્ષ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
હૈદરાબાદમાં કોંગ્રેસના કાર્યકરો રાજ્ય પાર્ટીના વડા રેવંત રેડ્ડીના ઘરની બહાર એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન કાર્યકરોએ ફટાકડા પણ ફોડ્યા હતા.
તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ અને સીએમના દાવેદાર ગણાતા રેવંત રેડ્ડી આગળ છે. તેઓ શરૂઆતના વલણમાં પાછળ હતા. તેઓ આ સીટ પર સીએમ કેસીઆરને પડકાર આપી રહ્યા છે. જોકે, એક્ઝિટ પોલમાં અહીં ભાજપની જીત થાય તેવી શક્યતા દેખાઈ રહી હતી.
તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ ગજવેલ અને કામરેડ્ડી સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે. ગોશામહલ સીટ પર બીજેપીના ફાયરબ્રાંડ નેતા ટી. રાજા સિંહ આગળ ચાલી રહ્યા છે. તેઓ આ બેઠક પરથી વર્તમાન વિધાનસભ્ય છે.
BRS MLC કે. કવિતાએ કહ્યું, “અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે (BRS) સત્તામાં આવવાના છીએ.”