ચેન્નાઈ: તમિલનાડુમાં શુક્રવારે રાત્રે એક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો હતો. તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં મૈસુર-દરભંગા એક્સપ્રેસ (Mysore-Darbhanga Express) અને માલગાડી વચ્ચે અથડામણ થઈ હતી. મૈસૂરથી બિહારના દરભંગા જઈ મૈસૂર-દરભંગા બાગમતી એક્સપ્રેસ ટ્રેનની (12578) ચેન્નાઈ નજીક કાવરપ્પેટાઈ રેલવે સ્ટેશન નજીક માલગાડી સાથે અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં 19 જેટલા લોકો ઘાયલ થયાના અહેવાલો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દરભંગા બાગમતી એક્સપ્રેસ ટ્રેન જે તમિલનાડુના મૈસૂરથી દરભંગા જઈ રહી હતી ત્યારે તમિલનાડુના તિરુવલ્લુરમાં કાવરપ્પેટાઈ રેલવે સ્ટેશન પર ઉભેલી માલગાડી સાથે અથડાઈ હતી. ટ્રેનને આપેલા સિગ્નલ મુજબ મુખ્ય લાઈનમાં જવાને બદલે ટ્રેન 75 કિમી પ્રતિ કલાકની ઝડપે લૂપ લાઈનમાં ઘૂસી ગઈ અને માલગાડી સાથે ટકરાઇ ગઈ રહી ગઈ. આ દુર્ઘટનામાં 12-13 ડબ્બા પાટા પાર્થિઓ ઉતરી ગયા હતા.
આ બનાવ અંગે દક્ષિણ રેલવેના જનરલ મેનેજર આરએન સિંહે ઘટના વિશે માહિતી આપતાં જણાવ્યું કે, “આ ટ્રેન ગુડુર અને આગળ આંધ્રપ્રદેશ જઈ રહી હતી અને મૈસૂરથી નીકળીને ઓડિશા થઈને દરભંગા જતી હતી. જ્યારે તે કાવરપ્પેટાઈ સ્ટેશન પરથી પસાર થઈ, ત્યારે લૂપ લાઈનમાં એક માલગાડી સાથે ટકરાઇ હતી. આ સ્ટેશન પર આ ટ્રેનને કોઇ નિર્ધારિત સ્ટોપ ન હોવાથી તેને મુખ્ય લાઇન પરથી જ સિગ્નલ આપવામાં આયુ હતું. આમ છતાં તે લૂપ લાઇનમાં પ્રવેશી ગઈ હતી કે જેમાં માલગાડીને થોભવામાં આવી હતી.”