મંદીઃ તાઈવાનના શેરમાર્કેટમાં 57 વર્ષનો સૌથી મોટો કડાકો
વર્ષ 1987 પછી જાપાનના સ્ટોકમાર્કેટમાં નોંધાયો ઘટાડો
મુંબઈઃ વૈશ્વિક પરિબળોને કારણે ભારતીય શેરબજારમાં નિરંતર ઘટાડાને કારણે રોકાણકારોના કરોડો રુપિયાનું ધોવાણ થયું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખાસ કરીને અમેરિકા સહિય એશિયન માર્કેટમાં જોરદાર ધોવાણ થવાથી ભારતીય રોકાણકારોને ફટકો પડ્યો છે. ભારતીય શેરબજારમાં સેન્સેક્સ-નિફ્ટી સહિત મિડકેપ, સ્મોલ કેપ અને સરકારી કંપનીના શેરોમાં ધોવાણ થવાથી રોકાણકારોને સૌથી મોટો ફટકો પડ્યો છે.
વૈશ્વિક માર્કેટમાં ગાબડા માટે ખાસ કરીને વૈશ્વિક માર્કેટને આગળ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભારતીય અર્થતંત્ર મજબૂત છે. મંદીના માહોલ વચ્ચે અમેરિકન શેરબજારમાં સૌથી મોટું ધોવાણ થયું હતું, ત્યારબાદ એશિયાઈ માર્કેટમાં ખાસ કરીને જાપાનના માર્કેટમાં સુનામી આવ્યું હતું. એના સિવાય તાઈવાનના ઈન્ડેક્સમાં ધોવાણ થયું હતું.
તાઈવાનના બેન્ચમાર્ક ઈન્ડેક્સ તાઈપેઈમાં 57 વર્ષનો સૌથી મોટો કડાકો બોલાયો હતો, જે 8.4 ટકા ગબડ્યો હતો. 1967 પછી આ સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. જાપાનના નિક્કી ઈન્ડેક્સમાં પણ 12 ટકાનું ગાબડું પડ્યું હતું. 1987 પછી આજે મોટું ધોવાણ થયું હતું. જાપાનની કેન્દ્રીય બેંક (બેંક ઓફ જાપાન)એ લગભગ 14 વર્ષ પછી વ્યાજદરમાં (31 જુલાઈ 2024)ના 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો.
આ પણ વાંચો : ઑલિમ્પિક્સની ટેબલ ટેનિસમાં ભારત માટે નવો ઇતિહાસ રચાયો
દક્ષિણ કોરિયાના શેરબજારમાં લોઅર સર્કિટ લાગી હતી, જે 2001 પછી માર્કેટમાં સૌથી ખરાબ હાલત થઈ હતી. ચીનમાં ક્રૂડ ઓઈલની ડિમાન્ડ ઘટી હોવાથી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે યુરોપિયન માર્કેટમાં ઈટલી, હોંગકોંગ અને ફ્રાન્સના માર્કેટમાં પાંચ ટકા ઘટ્યા હતા.
આ ઉપરાંત, અમેરિકાની સૌથી ખરાબ હાલત થઈ હતી, જેમાં યુએસ ફ્યુચર્સની વાત કરીએ તો માર્કેટમાં ધોવાણ અટકવાનું નથી. ડાઓ જોન્સ ઈન્ડેક્સમાં 400 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું, જ્યારે નેસ્ડેક ફ્યુચર્સમાં 700 પોઈન્ટનું ધોવાણ થયું હતું. અમેરિકન માર્કેટમાં નબળા વલણ માટે મેન્યુફેકચરિંગ ડેટાનું પરિબળ આગળ કરવામાં આવ્યું છે. એના સિવાય અમેરિકામાં બેકારી દરમાં વધારો થઈ રહ્યો છે, તેથી માર્કેટમાં ધોવાણ થયું હતું