ટોપ ન્યૂઝનેશનલ

Swati Maliwal: સ્વાતિ માલીવાલ પોલીગ્રાફ-નાર્કો ટેસ્ટ માટે તૈયાર, કહ્યું- મારું ચીર હરણ થયું છે

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી(AAP)ના રાજ્યસભા સાંસદ અને દિહી કમીશન ફોર વિમેન(DCW)ના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) સાથે દિલ્હી સીએમ હાઉસમાં કથિત રીતે થયેલી મારપીટ અંગે સતત આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઇ રહ્યા છે. દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પહેલા સ્વાતિ માલીવાલે એક ન્યુઝ એજન્સીને આપેલો ઈન્ટરવ્યું જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સ્વાતિ માલીવાલે જણાવ્યું કે તે પોલીગ્રાફ-નાર્કો ટેસ્ટ માટે પણ તૈયાર છે. સ્વાતિએ કહ્યુ કે ‘મારું ચીરહરણ કરવામાં આવ્યું….’

સ્વાતિ માલીવાલે ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું કે “મારી સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે, અત્યારે હું જે કંઈપણ અનુભવી રહી છું, હું પ્રાર્થના કરું કે ભગવાન કોઈ સાથે આવું ના કરે. મેં બધું ગુમાવી દીધું છે. મેં જે લોકો સાથે કામ કર્યું, જેમની સાથે હું ઉઠતી-બેસતી…. તેઓએ મને ડરાવવા માટે શું શું નથી કર્યું, એ ઘરમાં મારું ચીરહરણ થયું છે હવે ત્યાં જ મારું ચરિત્ર હરણ કરવામાં આવી રહ્યું છે. હું સમજી શકતી નથી કે આ કેવી રીતે થયું અને આવું કેમ થયું. કોઈની સાથે આટલું ખરાબ વર્તન કેવી રીતે થઈ શકે છે.” AAPના તેનાઓએ સ્વાતીએ લગાવેલા આરોપો નકારી કાઢ્યા હતા. સ્વાતિ માલીવાલે દાવો કર્યો કે પાર્ટી સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે બિભવ કુમાર પર ખોટા આરોપો લગાવ્યા છે.

આ પણ વાંચો: Swati Maliwal Assault Case: સીએમ હાઉસના CCTV ફૂટેજ ગાયબ, વિભવનો ફોન પણ ફોર્મેટ, જાણો શું છે કહ્યું સ્વાતિએ

સ્વાતીએ કહ્યું કે “મેં એફઆઈઆરમાં ક્યારે કહ્યું કે મારા કપડા ફાટી ગયા છે?મેં ક્યારે એફઆઈઆરમાં કહ્યું છે કે મારા માથામાં ઈજા થઈ છે?… મારી સાથે જે થયું તે મેં જ લખ્યું છે. અને જો હું ખોટી હોઉં તો હું પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા તૈયાર છું, અને હું ઈચ્છું છું કે પોલીસ ટેસ્ટ કરે તો બધું સ્પષ્ટ થઈ જશે.”

સ્વાતિ માલીવાલે કહ્યું કે હું સત્ય બોલી રહી છુ, એ સાબિત કરવા માટે હું કંઈપણ કરવા તૈયાર છું.

AAP નેતા આતિશીએ સ્વાતિ પર આરોપ લગાવ્યો હતો કે કેસને કારણે તેણે ભાજપના ઈશારે FIR દાખલ કરી હતી, સ્વાતિ માલીવાલે દાવો કર્યો હતો કે આ વાતમાં જરા પણ સત્ય નથી.

સ્વાતિએ કહ્યું કે “મારી વિરુદ્ધ 2016 માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, આ એકદમ ખોટો કેસ છે. આ કેસમાં કોઈ યોગ્યતા નથી. 2017 માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં મારી ક્યારેય ધરપકડ કરવામાં આવી નથી અને ક્યારેય ધરપકડ કરવામાં આવશે પણ નહીં… કેસ થયા બાદ મને વધુ બે વાર દિલ્હી મહિલા આયોગમાં કાર્યકાળ આપવામાં આવ્યો હતો. તેથી આ બાબત એકદમ સ્પષ્ટ છે કે આ એકદમ ખોટો કેસ છે.”

સાંસદ પદ છોડવા પર સ્વાતિ માલીવાલે કહ્યું કે જો તેમને મારી રાજ્યસભાની સીટ જોઈતી હોત, જો તેમણે પ્રેમથી માંગી હોત તો હું મારો જીવ આપી દેત, સાંસદ પદ છોડવું એ બહુ નાની વાત છે. જે રીતે તેમણે મારું અપમાન કર્યું, હવે કંઈ પણ થાય, હું રાજીનામું નહીં આપું.

13 મેના રોજ અપોઈન્ટમેન્ટ ન લેવાના AAPના આરોપો પર AAP સાંસદ સ્વાતિ માલીવાલે કહ્યું કે જ્યારે પણ હું તેમના (અરવિંદ કેજરીવાલના) ઘરે ગઈ છું, ત્યારે મેં ક્યારેય એપોઈન્ટમેન્ટ લીધી નથી. જો તેમણે મને તે જ ક્ષણે બહાર જવાનું કહ્યું હોત, તો હું બહાર ચાલી ગઈ હોત. જો કોઈ વ્યક્તિ એપોઈન્ટમેન્ટ લઈને ન આવે, તો તમે તેને મારશો?

સ્વતંત્ર અને નિષ્પક્ષ પોલીસ તપાસ વિશે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નિવેદન પર સ્વાતિ માલીવાલે કહ્યું કે તેઓએ કોર્ટની બહાર ટ્રાયલ ચલાવી અને મને દોષી ઠેરવી, આખો પક્ષ મને દોષિત ઠેરવવામાં વ્યસ્ત છે, તેઓ કેવી રીતે કહી શકે કે મુક્ત અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ? દરરોજ કોઈને કોઈ છેડછાડ કરેલા વીડિયો, કોઈ છેડછાડ કરેલા સીસીટીવી ફૂટેજ પોસ્ટ કરવામાં આવે છે, ક્યારેક તેઓ કહે છે કે હું ભાજપનો એજન્ટ છું, ક્યારેક તેઓ ચારિત્ર્ય પર સવાલ કરે છે, ક્યારેક તેઓ ધમકીઓ આપે છે. આવી સ્થિતિમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કેવી રીતે થશે?

સ્વાતિ માલીવાલે કહ્યું કે હાલમાં અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના વ્યક્તિ બિભવ કુમાર છે. જો તમે તેમનું ઘર જુઓ તો તેમને આટલું આલીશાન ઘર આપવામાં આવ્યું છે, દિલ્હીના કોઈ પ્રધાનને પણ આવું ઘર આપવામાં આવ્યું નથી. હાલમાં તે પાર્ટીમાં શક્તિશાળી વ્યક્તિ છે અને સમગ્ર પાર્ટી તેનાથી ડરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો