ટોપ ન્યૂઝનેશનલ

રાજ્ય સરકારની મંજૂરી વગર સીબીઆઈ તપાસ કરી શકે? સુપ્રિમ કોર્ટે મમતા સરકારને રાહત આપી

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર(Government of West Bengal)ને સુપ્રીમ કોર્ટ(SC)માંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા કેસને સુનાવણી માટે યોગ્ય ગણ્યો છે અને સાથે જ કેન્દ્રની દલીલને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે કાયદા મુજબ કેસની યોગ્યતાઓ પર આગળની કાર્યવાહી કરીશું.

જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની ખંડપીઠે આ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના દાવાને સુનાવણી યોગ્ય ગણાવ્યો છે. પશ્ચિમ બંગાળ સરકારે આરોપ મૂક્યો છે કે રાજ્ય દ્વારા સામાન્ય સંમતિ પાછી ખેંચી લેવા છતાં સીબીઆઈ કેસોની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો…
Supreme Court નો મોટો ચુકાદો, મુસ્લિમ મહિલાઓ પણ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા હકદાર

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે અને ફેડરલ માળખામાં તેની વ્યાપક અસર છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘અમે કાયદાકીય મુદ્દાની તપાસ કરીશું કે શું 2018માં સામાન્ય સંમતિ પાછી ખેંચી લેવા છતાં CBI પશ્ચિમ બંગાળમાં કેસ નોંધી શકે છે? સુપ્રીમ કોર્ટે કેન્દ્રની એ દલીલને ફગાવી દીધી હતી કે તેને કલમ 131ના કેસમાં પ્રતિવાદી બનાવી શકાય નહીં, કારણ કે સીબીઆઈ સીધી રીતે કેન્દ્ર હેઠળ નથી.

મમતા સરકારે દલીલ કરી હતી કે CBI કેન્દ્ર હેઠળ આવે છે. DSPE એક્ટની કલમ 4(2) મુજબ, તે કેન્દ્રના DoPT (Department of Personnel & Training) હેઠળ છે. આ સિવાય પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું કે, ‘જ્યારે સંસદમાં CBI અંગે પ્રશ્નો પૂછવામાં આવે છે, ત્યારે માત્ર DoPTના પ્રભારી રાજ્ય પ્રધાન જ સવાલનો જવાબ આપે છે, CBI નહીં અને એફિડેવિટ પણ DoPT દ્વારા જ ફાઈલ કરવામાં આવે છે.’

કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા, જ્યારે મમતા બેનર્જી સરકાર તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા.

નવેમ્બર 2018 માં, બંગાળ સરકારે સીબીઆઈ તપાસ માટે રાજ્યની સંમતિ પાછી ખેંચી લીધી હતી. આ પછી પણ સીબીઆઈએ સંદેશખાલી સહિત અનેક કેસમાં તપાસ શરૂ કરી હતી. તેની સામે બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. રાજ્ય સરકારે બંધારણની કલમ 131ને ટાંકીને આ અરજી દાખલ કરી હતી. આ કલમ અંતર્ગત જો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વિવાદ થાય તો સુપ્રીમ કોર્ટ પોતાની સત્તાનો ઉપયોગ કરીને આદેશ આપી શકે છે. આ કેસની આગામી સુનાવણી હવે 13 ઓગસ્ટે થશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker