ટોપ ન્યૂઝનેશનલ

J&Kની 370ને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે ચુકાદો આપશે…

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરના રોજ પોતાનો ચુકાદો આપશે. કોર્ટ તે સમયે કુલ 23 અરજીઓ પર પોતાનો ચુકાદો આપશે. આ તમામ અરજીઓ 370 નાબૂદ કરવા અંગે છે. 16 દિવસ સુધી બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પાંચ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. ત્યારે હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે કલમ 370 નાબૂદ કરવાનો નિર્ણય બંધારણીય છે કે નહીં. નોંધનીય છે કે CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો આપશે.

અરજદારો વતી કપિલ સિબ્બલ, ગોપાલ સુબ્રમણ્યમ, દુષ્યંત દવે, રાજીવ ધવન, દિનેશ દ્વિવેદી, ગોપાલ શંકરનારાયણ સહિત 18 વકીલોએ તેમની દલીલો રજૂ કરી હતી. જ્યારે એજી આર વેંકટરામણી, એસજી તુષાર મહેતા, હરીશ સાલ્વે, મહેશ જેઠમલાણી, મનિન્દર સિંહ, રાકેશ દ્વિવેદીએ કેન્દ્ર અને બીજી બાજુએ દલીલો રજૂ કરી હતી. સરકારે મુખ્યત્વે રાજ્યના વિભાજન અને કલમ 370ની જોગવાઈઓમાં છૂટછાટ માટે અપનાવવામાં આવેલી સંસદીય પ્રક્રિયાને સંપૂર્ણપણે તાર્કિક અને યોગ્ય ગણાવી હતી.

અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે કેન્દ્રએ મનસ્વી રીતે રાજ્ય વિધાનસભાના વિશેષ અધિકારો છીનવી લીધા છે. એટલે કે બંધારણની અવગણના કરવામાં આવી છે. રાજ્યના વિભાજનને કારણે રાજ્યની જનતાને કે તેમના પ્રતિનિધિઓ કે પછી વિધાનસભાની પરવાનગી કે લેવી જરૂરી હતી. પરંતુ કેન્દ્ર સરકારે કોઇની સાથે વાત કરીને નિષ્કર્ષ પર પહોંચ્યા એવું નથી પરંતુ મનસ્વી રીતે નિર્ણય લીધો છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે બંધારણીય બેંચ જે પણ નિર્ણય લેશે તે ઐતિહાસિક અને કાશ્મીર ખીણના રહેવાસીઓના મનમાં ચાલી રહેલા માનસિક સંઘર્ષ નો અંત લાવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો..