નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે(Supreme Court)જાહેર સ્થળે બનેલા મંદિર, મસ્જિદ કે અન્ય કોઈ ધાર્મિક સ્થળને હટાવવા અંગે આકરી ટીપ્પણી કરી છે. બુલડોઝર કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આપણે એક ધર્મનિરપેક્ષ દેશ છીએ અને અમારા નિર્દેશો દરેકને લાગુ પડશે. પછી ભલે તે ગમે તે ધર્મ કે સમુદાયનો હોય. જાહેર સ્થળો પર અતિક્રમણ અંગે અમે સ્પષ્ટતા કરી. તે પછી જાહેર માર્ગ,ફૂટપાથ ડ્રેનેજ કે રેલ્વે લાઈન વિસ્તારમાં હોય તો . જો રસ્તાની વચ્ચોવચ કોઈ ધાર્મિક માળખું હોય તો તે જાહેર અવરોધ ના બની શકે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું કે પછી ભલે તે મંદિર હોય, દરગાહ હોય કે અન્ય કોઈ ધાર્મિક સ્થળ. જ્યાં જાહેર સલામતીની વાત હોય ત્યારે તે જાહેર સ્થળ હોય તેને દૂર કરવું પડશે. જાહેર સલામતી સર્વોપરી છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ કે.વી.વિશ્વનાથને કહ્યું કે જો બે ઉલ્લંઘનકારી માળખાં હોય અને માત્ર એક સામે જ કાર્યવાહી કરવામાં આવે તો પ્રશ્ન ઊભો થાય છે.
જસ્ટિસ ગવઈએ કહ્યું, ‘અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે કોઈ વ્યક્તિ આરોપી અથવા દોષિત હોવાને કારણે તોડફોડ કરી શકાય નહીં. આ ઉપરાંત તે ધ્યાનમાં રાખવું પડશે કે ડિમોલિશન ઓર્ડર પસાર થાય તે પહેલાં મર્યાદિત સમય હોવો જોઈએ. દર વર્ષે 4 થી 5 લાખ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોનો આ આંકડો છે.
આ પણ વાંચો :મેદાનોની જગ્યા બિલ્ડર્સને ફાળવતા સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની કરી ટીકા, પૂછ્યા સવાલો…
જો તમે સમય આપો તો અમે વૈકલ્પિક વ્યવસ્થા કરીશું.
સુનાવણી દરમિયાન જસ્ટિસ વિશ્વનાથને કહ્યું હતું કે બાંધકામ અધિકૃત ન હોય તો પણ કાર્યવાહી બાદ મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને રસ્તા જોવું યોગ્ય લાગતું નથી. જો તેમને સમય મળે તો તેઓ વૈકલ્પિક વ્યવસ્થા કરી શકયા હોત. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે હાલ પૂરતું સમગ્ર દેશમાં ડિમોલિશન પર વચગાળાનો પ્રતિબંધ ચાલુ રહેશે.
જસ્ટિસ ગવઈએ કહ્યું ‘બુલડોઝર ન્યાય’
સોલિસિટર જનરલે કહ્યું કે આપણે માત્ર 2 ટકા અખબારોમાં વાંચીએ છીએ. જેના વિશે વિવાદ છે. આ સાંભળીને જસ્ટિસ ગવઈ હસ્યા અને કહ્યું, બુલડોઝર જસ્ટિસ! તેમણે કહ્યું કે અમે નીચલી અદાલતોને ગેરકાયદે બાંધકામના મામલામાં આદેશો પસાર કરતી વખતે સાવચેત રહેવાની સૂચના આપીશું.
જમિયતના વકીલ સિંઘવીએ શું કહ્યું?
એસજી મહેતાએ સુનાવણી દરમિયાન પૂછ્યું કે હિન્દુ-મુસ્લિમનો મુદ્દો શા માટે આવે છે. તેઓ હંમેશા કોર્ટમાં જઈ શકે છે. આમાં ભેદભાવ ક્યાં છે. જસ્ટિસ વિશ્વનાથે સુનાવણી દરમિયાન કહ્યું કે આના માટે ઉકેલ શોધવા પડશે. જેમ કે ન્યાયિક નિરીક્ષણ કરવામાં આવે. મીડિયામાં પ્રસિદ્ધ થયેલી કેટલીક ઘટનાઓ છોડીને કોર્ટ આ માટે સામાન્ય કાયદો બનાવવાનો વિચાર કરે. જમીયતના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે કોર્ટે ભૂતકાળની વાત કરવાને બદલે ભવિષ્યમાં આ અંગેના નિયમો બનાવવા પર વિચાર કરવો જોઈએ.