Hathras Stampede: 'ઘટના દુ:ખદ છે, પરંતુ અમે સુનાવણી નહીં કરીએ…', સુપ્રીમ કોર્ટે આવું કેમ કહ્યું?
ટોપ ન્યૂઝનેશનલ

Hathras Stampede: ‘ઘટના દુ:ખદ છે, પરંતુ અમે સુનાવણી નહીં કરીએ…’, સુપ્રીમ કોર્ટે આવું કેમ કહ્યું?

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના હાથરસમાં એક સત્સંગ સમારોહ દરમિયાન થયેલી નાસભાગ (Hathras Stampede)મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે અરજદારને આ મામલે હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જો કે, ઘટના પર ટિપ્પણી કરતી વખતે, મુખ્ય ન્યાયધીશ (CJI) એ કહ્યું કે અકસ્માત દુઃખદ છે. 2 જુલાઈએ હાથરસમાં થયેલી નાસભાગમાં 121 લોકો માર્યા ગયા હતા.

અકસ્માતની તપાસ માટે અરજદારે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી(PIL) દાખલ કરી હતી. અરજીમાં અકસ્માતની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ પાંચ સભ્યોની નિષ્ણાત સમિતિની નિમણૂક કરવામાં આવે તેવું જણાવ્યું હતું. જો કે, સુપ્રીમ કોર્ટે અરજીની સુનાવણી કરવા ઇનકાર કર્યો છે અને અરજદારને હાઈકોર્ટનો સંપર્ક કરવાની સલાહ આપી.

સુપ્રીમ કોર્ટે અરજદારને આ અરજીને હાઈકોર્ટ સમક્ષ લઈ જવા કહ્યું હતું. કોર્ટે ટિપ્પણી કરી હતી કે જો કે આ એક દુઃખદ ઘટના છે, પરંતુ અમે બાબતને સુનાવણી કરી શકીએ નહીં અને હાઈકોર્ટ પાસે આવા કેસોની સુનાવણી માટે પૂરતી સત્તા છે.

ઉત્તર પ્રદેશ પોલીસે સત્સંગનાઆયોજકો સામે એફઆઈઆર દાખલ કરી છે, તેમના પર પુરાવા છુપાવવાનો અને ઇવેન્ટમાં શરતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે. માત્ર 80,000 લોકોને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ 2.5 લાખથી વધુ લોકો એકઠા થયા હતા. યુપી પોલીસે આ મામલે ભોલે બાબાને ક્લીનચીટ આપી છે.

Back to top button