નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં હાલમાં અનેક કેસોની સુનાવણી ચાલી રહી છે, જેમાં એક કેસ મણિપુર હિંસાનો પણ છે. સુપ્રીમ કોર્ટે મણિપુર સરકારને હિંસા દરમિયાન નુક્સાન પામેલા ધાર્મિક સ્થળોની ઓળખ કરવા અને બે અઠવાડિયાની અંદર તેની સૂચિ સબમિટ કરવાન નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મણિપુરમાં સાર્વજનિક ધાર્મિક સ્થળોને સુરક્ષિત કરવા માટે પગલાં લેવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા મણિપુર હિંસા કેસની તપાસ માટે રચાયેલી જસ્ટિસ ગીતા મિત્તલ કમિટીની મુદત છ મહિના લંબાવવામાં આવી છે.
મણિપુર સરકારે સોગંદનામું દાખલ કર્યું હતું, જેમાં એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બે જાતિની હિંસા વચ્ચે રાજ્યમાં પૂજા સ્થાનોમાં તોડફોડ કરવામાં આવી હતી, જેને કારણે પૂજા સ્થળો બળી ગયા છે અને નષ્ટ થઇ ગયા છે. કોર્ટે અરજકર્તાઓના વકીલ વકીલ હુઝૈફા અહમદી પાસેથી અસરગ્રસ્ત ધાર્મિક સ્થળોની યાદી માંગી છે. જોકે, તેમની પાસે આ યાદી ન હોવાથી તેમણે હિંસામાં નુક્સાન પામેલા કેટલાક ચર્ચોના ફોટા કોર્ટને આપ્યા હતા. તેસમયે અન્ય અરજીકર્તાઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રણજીત કુમારે જણાવ્યું હતું કે મણિપુર હિંસામાં અનેક મંદિરોને પણ નુક્સાન થયું છે, તેથી કોર્ટમાં જ્યારે ચર્ચા કરવામાં આવે ત્યારે તમામ ધાર્મિક સ્થળોની ચર્ચા થવી જોઈએ.
મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે પૂજા સ્થાનોના નવીનીકરણના મુદ્દા પર વિચારણા કરતા કહ્યું કે રાજ્ય સરકારે હિંસા દરમિયાન નુકસાન પામેલા ધાર્મિક સ્થળોની ઓળખ કર્યા પછી બે અઠવાડિયાની અંદર સમિતિને એક વ્યાપક સૂચિ સુપરત કરવા જણાવ્યું હતું. કોર્ટે એવું આશ્વાસન પણ આપ્યું હતું કે આવા બાંધકામોની ઓળખમાં તમામ ધાર્મિક સ્થળોનો સમાવેશ થશે. સુપ્રીમ કોર્ટે મે મહિનાથી થયેલી હિંસા દરમિયાન ક્ષતિગ્રસ્ત અથવા નાશ પામેલા સાર્વજનિક પૂજા સ્થાનોને પુનઃસ્થાપિત કરવા સહિત અનેક પગલાઓ પર એક વ્યાપક દરખાસ્ત તૈયાર કરવાની સમિતિને મંજૂરી પણ આપી છે.
રાજ્ય સરકારને અનુસૂચિત જનજાતિની યાદીમાં બિન-આદિવાસી મૈતેઈ સમુદાયનો સમાવેશ કરવા અંગે વિચારણા કરવા માટે ઉચ્ચ ન્યાયાલયના આદેશને પગલે મે મહિનામાં મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં 170 થી વધુ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે