
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેંચે ચુકાદો આપ્યો હતો. ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો સમાવેશ થાય છે.
ચુકાદો સંભળાવતી વખતે CJI ચંદ્રચુડે કહ્યું હતું કે જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે, ત્યારે રાજ્ય વતી કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણયને કાયદાકીય રીતે પડકારી શકાય નહિ કારણકે તેમ કરવાથી અરાજકતા ફેલાય છે. અરજદારો કોઇપણ પ્રકારની દલીલ હોય જેમકે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન સંઘ દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો યોગ્ય નથી પરંતુ કોર્ટ દ્વારા આવી દલીલને સ્વીકારવામાં આવતી નથી કારણકે તે કોર્ટના અધિકારક્ષેત્રની બહાર હોય છે.
સુપ્રીમ કોર્ટના જે પાંચ જજોએ ચુકાદો આપ્યો તેમાં જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડ (DY ચંદ્રચુડ)એ ભારતની સર્વોચ્ચ અદાલતમાં સીટિંગ જજ છે. તેમણે 10 ઓક્ટોબર 2022ના રોજ તત્કાલિન CJI UU લલિતના સ્થાને આવ્યા હતા. જસ્ટિસ ચંદ્રચુડનો જન્મ 11 નવેમ્બર 1959ના રોજ મુંબઈમાં થયો હતો. 13 મે 2016થી તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતમાં સેવા આપી રહ્યા છે.
જસ્ટિસ કૌલ સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. તેમજ તેઓ કાશ્મીરી પરિવાર સાથે જોડાયેલા છે. તેમણે મોર્ડન સ્કૂલ નવી દિલ્હીમાંથી સ્કૂલિંગ કર્યું અને સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી સ્નાતક થયા હતા તેમજ દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. તેમણે 1987થી 1999 સુધી ભારતના સર્વોચ્ચ અદાલતના વકીલ તરીકે સેવા આપી હતી અને ડિસેમ્બર 1999માં વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2013માં તેઓ પંજાબ હરિયાણા હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા અને 26 જુલાઈ 2014ના રોજ તેઓ મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા. તેમજ 17 ફેબ્રુઆરી 2017ના રોજથી તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા છે.