ટોપ ન્યૂઝનેશનલ

SCની યુટ્યુબ ચેનલ થઈ Hacked, જોવા મળી રહ્યા છે અમેરિકન કંપનીના વીડિયો

નવી દિલ્હીઃ ભારતની સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ શુક્રવારે હેક કરવામાં આવી હતી. ચેનલ પર ક્રિપ્ટોકરન્સી XRP ની જાહેરાતનો વીડિયો બતાવવામાં આવી રહ્યી હતી. XRP ક્રિપ્ટોકરન્સી યુએસ સ્થિત કંપની રિપલ લેબ્સ દ્વારા વિકસાવવામાં આવી છે. સર્વોચ્ચ અદાલત બંધારણીય બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કેસોની અને જાહેર હિતના મુદ્દાઓની સુનાવણીને લાઇવ સ્ટ્રીમ કરવા માટે YouTube ચેનલનો ઉપયોગ કરે છે. તાજેતરમાં, કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ છેલ્લી સુનાવણીનો વીડિયો હેકર્સ દ્વારા પ્રાઇવેટ કરી દેવામાં આવ્યો હતો અને ‘બ્રાડ ગાર્લિંગહાઉસઃ રિપલ રિસ્પોન્ડ્સ ટુ ધ એસઈસીના 2 બિલિયન ડોલરની ફાઈન! ‘XRP પ્રાઇસ પ્રિડિક્શન’ નામનો ખાલી વિડિયો હાલમાં હેક થયેલી ચેનલ પર લાઇવ થઈ રહ્યો છે.

સુપ્રીમ કોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે અમને ખબર નથી કે ખરેખર શું થયું છે, પરંતુ એવું લાગે છે કે વેબસાઇટ સાથે છેડછાડ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે શુક્રવારે સવારે સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર સમસ્યા પ્રકાશમાં આવી હતી અને સુપ્રીમ કોર્ટની IT ટીમે તેને ઠીક કરવા માટે NIC (નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર) પાસેથી મદદ માંગી છે.

હાલમાં એવું જોવામાં આવ્યું છે કે હેકર્સ મોટા પાયે લોકપ્રિય યુટ્યુબ ચેનલોને નિશાન બનાવી રહ્યા છે. હેકર્સને તેના સીઈઓ બ્રાડ ગાર્લિંગહાઉસનું નકલી એકાઉન્ટ બનાવવાથી રોકવામાં નિષ્ફળ રહેવા બદલ રિપલે પોતે યુટ્યુબ પર દાવો માંડ્યો છે.

થોડા વર્ષો પહેલા, સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ બંધારણીય બેંચના કેસોમાં તેની કાર્યવાહીને લાઇવ સ્ટ્રીમ કરવાનો નિર્ણય લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે લાઇવ સ્ટ્રીમિંગ કાર્યવાહી બંધારણની કલમ 21 હેઠળ ન્યાય મેળવવાના અધિકારનો એક ભાગ છે. તત્કાલિન CJI UU લલિતની અધ્યક્ષતામાં થયેલી અદાલતની બેઠકમાં, મુખ્ય સુનાવણીનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત સુપ્રીમ કોર્ટે 2018માં નિર્ણય લીધો હતો કે તમામ બંધારણીય બેંચની સુનાવણી યુટ્યુબ ચેનલ પર લાઈવ-સ્ટ્રીમ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું લાઇવ સ્ટ્રીમિંગ પહેલીવાર 27 સપ્ટેમ્બર 2022ના રોજ થયું હતું, જ્યારે તત્કાલીન CJI NV રમનાએ તેમની નિવૃત્તિના દિવસે 5 કેસમાં ચુકાદો આપ્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત