નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે સંસદમાં બનેલા નવા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે નવા કાયદા પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. જોકે, કોર્ટે નવી અરજી પર કેન્દ્રને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ અરજી દાખલ કરી છે.
સુનાવણી દરમિયાન ADR વતી પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટને કહ્યું કે નવા કાયદા પર પ્રતિબંધ લગાવવો જોઈએ. તેમણે કહ્યું કે, તાજેતરમાં એક ચૂંટણી કમિશનર નિવૃત્ત થવાના છે. તેમની નિમણૂક કરવી પડશે, જો કાયદા પર સ્ટે નહીં મુકાય તો પિટિશન બિનઅસરકારક બની જશે. પરંતુ જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યુ હતું કે કાયદાને આ રીતે પ્રતિબંધિત કરી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે નવા કાયદા પર પ્રતિબંધ મૂકવાની ના પાડી દીધી હતી, પરંતુ નવા કાયદાનું પરીક્ષણ કરવા કોર્ટે તૈયાર બતાવી હતી. આ મુદ્દે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ આપવામાં આવી હતી. હવે આગળની સુનાવણી એપ્રિલમાં થશે.
કોંગ્રેસ નેતા જયા ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સંસદ દ્વારા લાવવામાં આવેલો કાયદો ગેરબંધારણીય છે. અરજીમાં સંસદ દ્વારા પસાર કરાયેલા સુધારા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.
અગાઉ, સુપ્રીમ કોર્ટે તેના એક નિર્ણયમાં કહ્યું હતું કે જ્યાં સુધી કાયદો લાવવામાં નહીં આવે ત્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટેની પેનલમાં વડા પ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થશે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ કેન્દ્ર સરકારે નવો કાયદો લાવીને સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો હતો. સુધારેલા કાયદા અનુસાર, CJI ને પસંદગી સમિતિમાંથી હટાવી દેવામાં આવ્યા હતા અને તેની જગ્યાએ વડાપ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને વડાપ્રધાન દ્વારા નામાંકિત કેબિનેટ પ્રધનોની નિમણૂક કરવામાં આવી હતી.
Taboola Feed