ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

Sunita Williams અને બૂચ વિલ્મોરની અંતિરક્ષમાંથી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું આ વ્યવસાયમાં આવા પડકારો સામાન્ય

નવી દિલ્હી : અવકાશમાં ફસાયેલા ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ(Sunita Williams)અને બૂચ વિલ્મોરે પૃથ્વીથી 420 કિલોમીટર દૂર સ્પેસ સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયા સાથે વાત કરી હતી. તેમણે અનેક સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે તેમના વિના બોઇંગ એરક્રાફ્ટ રવાના થવું અને અનેક મહિનાઓ ઓર્બિટમાં પસાર કરવા તેમના માટે મુશ્કેલ છે. તેમજ અમને અંતરિક્ષમાં રહેવું ગમે છે.

તેમનું આ મિશન આઠ દિવસનું જ હતું.

ગયા અઠવાડિયે બોઇંગ સ્ટારલાઇનર કેપ્સ્યુલ પરત આવ્યા બાદ આ તેમની પ્રથમ પ્રતિક્રિયા છે. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર જૂન માસમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર બોઇંગ સ્ટારલાઇનર કેપ્સ્યુલ દ્વારા આવ્યા હતા. નાસાએ નક્કી કર્યું કે ક્ષતિગ્રસ્ત કેપ્સ્યુલમાં તેમને પરત મોકલવા ખૂબ જોખમી હશે તે પછી હવે આ લોકો અવકાશમાં રહી આઠ મહિનાથી વધુ રહેશે. તેમનું આ મિશન આઠ દિવસનું જ હતું.

અમે ટેસ્ટર છે આ અમારું કામ છે

આ અંગે સુનિતા વિલિયમ્સે જણાવ્યું હતું કે “આ મારી ખુશીની જગ્યા છે. જોકે , સુનિતા વિલિયમ્સ પરિવારથી દૂર થતાં થોડા સમય માટે અસ્વસ્થ હતી.વિલિયમ્સે કહ્યું અમે એક જ મિશન પર બે અલગ અલગ અંતરિક્ષ યાન ઉડાવવાને લઇને ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે અમે ટેસ્ટર છે આ અમારું કામ છે. તેમણે કહ્યું કે અમે સ્ટારલાઈનરને પૂર્ણ કરીને દેશ પરત ફરવા ઈચ્છતા હતા. પરંતુ હવે અમારે આગળ વધવું પડશે અને બીજી તકની શોધ કરવી પડશે.

વિલિયમ્સે કહ્યું કે સ્પેશ સ્ટેશનનું વાતાવરણ અમારે માટે એટલું મુશ્કેલ નહોતું. કારણ કે અમે બંને અહી રહી ચૂક્યા છે. અમે ઘણા વર્ષો પહેલા સ્પેસ સ્ટેશનમાં લાંબા સમય સુધી પ્રવાસ કર્યો છે.

અમને ખબર હતી કે અહિયાં સમસ્યાઓ હોઈ શકે છે

વિલ્મોરે 260 માઈલની ઊંચાઈએથી જણાવ્યું હતું કે, અવકાશયાનના પાયલોટ તરીકે સમગ્ર માર્ગમાં કેટલાક મુશ્કેલ સમય હતો. જો કે, સ્ટારલાઈનરના પ્રથમ ટેસ્ટ પાયલટ તરીકે એક વર્ષ સુધી અહિયાં રહીશું તેવી અપેક્ષા નહોતી. પરંતુ અમને ખબર હતી કે અહિયાં સમસ્યાઓ હોઈ શકે છે જેના લીધે પરત ફરવામાં વિલંબ કરી શકે છે. તેમણે કહ્યું આ વ્યવસાયમાં આવા જ પડકારો હોય છે.

સુનિતા વિલિયમ્સ સ્પેસ સ્ટેશનની કમાન સંભાળશે

વિલ્મોરે તેની નિરાશા વ્યક્ત કરી કે તે તેમની સૌથી નાની પુત્રીના હાઇસ્કૂલના અંતિમ વર્ષ સમયે હાજર નહિ રહે. વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ હવે સમગ્ર સ્ટેશન ક્રૂના સભ્યો છે. તેવો નિયમિત જાળવણી અને પ્રયોગો કરે છે. વિલ્મોરે પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે સુનિતા વિલિયમ્સ થોડા અઠવાડિયામાં સ્પેસ સ્ટેશનની કમાન સંભાળશે. 5 જૂને ફ્લોરિડાથી ઉડાન ભર્યા બાદ આ તેમનો બીજો અવકાશ પ્રવાસ છે.

Show More

Related Articles

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ