ટોપ ન્યૂઝનેશનલ

NEET પરીક્ષામાં ગેરરીતિના લઈને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા, ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કારકિર્દી પર જોખમ નહિ

નવી દિલ્હી : નીટ (NEET)પરીક્ષામાં થયેલી ગેરરીતિને લઈને દેશભરના મેડિકલ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. જેમાં સ્ટુડન્ટ યુનિયન NSUI એ પણ NEET પરીક્ષામાં ગોટાળાનો વિરોધ કર્યો હતો. NEET પરીક્ષા મુદ્દે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને વિરોધ પ્રદર્શન કરવા બદલ દિલ્હી પોલીસે NSUI કાર્યકરો હની બગ્ગા, રાજ્યવર્ધન અને અન્યો વિરુદ્ધ FIR નોંધી છે.

કેરિયર જોખમમાં નહીં આવે

NEET પરીક્ષાને લઈને થયેલા હોબાળા વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું હતું કે સરકાર ઉમેદવારોના હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. તે વિદ્યાર્થીઓને ખાતરી આપવા માંગે છે કે તેમની તમામ ચિંતાઓને ન્યાયી અને સમાનતા સાથે ઉકેલ લાવવામાં આવશે. કોઈ વિદ્યાર્થીને નુકસાન નહીં થાય અને કોઈ ઉમેદવારની કારકિર્દી નહીં જોખમાય

NEET કાઉન્સેલિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે

આ સાથે તેમણે કહ્યું કે NEET પરીક્ષા સંબંધિત તથ્યો સુપ્રીમ કોર્ટના ધ્યાનમાં છે. કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર વિદ્યાર્થીઓના હિત માટે જરૂરી તમામ પગલાં લેશે. NEETની કાઉન્સેલિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. કોઈપણ મૂંઝવણ વિના આ દિશામાં આગળ વધવું આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સુપ્રીમ કોર્ટે NTAને નોટિસ ફટકારી

NEET પેપરમાં ગેરરીતિનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે NEET કેસની CBI તપાસની માંગ પર નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે NTA પાસેથી 2 અઠવાડિયામાં જવાબ પણ માંગ્યો છે. હવે આ કેસની સુનાવણી 8 જુલાઈએ હાથ ધરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે NEET કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો

શુક્રવારે સુપ્રીમ કોર્ટે NTAની ટ્રાન્સફર પિટિશન પર આ નોટિસ ફટકારી કરી છે. 8મી જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં NEETની તમામ અરજીઓ પર એકસાથે સુનાવણી થવાની છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી હતી કે દેશભરની હાઈકોર્ટમાં NEETપરીક્ષા 2024 વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને ટ્રાન્સફર કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે NEETકાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી પર પણ કોઈ આદેશ નથી

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button